Get The App

IPL 2024માં આજે રોયલ્સની કિંગ્સ સામે થશે ટક્કર, પંજાબ માટે બોલર્સનું પ્રદર્શન ચિંતાજનક

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
IPL 2024માં આજે રોયલ્સની કિંગ્સ સામે થશે ટક્કર, પંજાબ માટે બોલર્સનું પ્રદર્શન ચિંતાજનક 1 - image


PBKS vs RR 2024: આઈપીએલમાં સતત પાંચમી જીત મેળવવાથી થોડા માટે વંચિત રહી ગયેલી સંજુ સેમસનના નેતૃત્વ હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ આવતીકાલે મુલ્લનપુરમાં યજમાન પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આક્રમક ફોર્મ ધરાવતા બેટ્સમેનો અને મજબુત બોલિંગ લાઈનઅપ ધરાવતા રાજસ્થાન સામેનો પંજાબનો મુકાબલો અત્યંત સંઘર્ષપૂર્ણ રહેશે. ધવનના નેતૃત્વ હેઠળની પંજાબની ટીમ માટે બોલિંગ ડિપાર્ટમેન્ટનો દેખાવ ચિંતાજનક રહ્યો છે અને રાજસ્થાન સામે તેમની આ નબળાઈ તેમને ભારે પડી શકે છે. આવતીકાલે સાંજે 7.30 વાગ્યાથી મેચ શરૂ થશે.

રાજસ્થાન અને પંજાબ વચ્ચે આજે રસાકસી

રાજસ્થાન અને પંજાબ વચ્ચે રમાયેલી છેલ્લી પાંચેય મેચનું પરિણામ ભારે રસાકસી બાદ છેક આખરી ઓવરમાં આવ્યું છે. જેના કારણે આજે પણ બંને વચ્ચે બરોબરીનો મુકાબલો જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પંજાબની ટીમ સિઝનમાં પાંચમાંથી ત્રણ મેચ હારી અને બે જીતી ચૂકી છે. પંજાબે પાંચેય મેચમાં 175થી વધુનો સ્કોર નોંધાવ્યો છે. જોકે સિઝનમાં તેઓને બંને વિજય ટાર્ગેટ ચેઝ કરતાં મળ્યા છે. જ્યારે ટાર્ગેટ ચેઝ કરતાં તેઓ બે વખત અને એક વખત પ્રથમ બેટિંગ કરતાં હાર્યા છે. 

આ બોલરોને બોલિંગ સુધારવાની જરૂર 

ઈજાગ્રસ્ત લિવિંગસ્ટન પુનરાગમન કરશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. જોકે શશાંક સિંઘ અને આશુતોષ શર્માના ફોર્મથી ટીમનો જુસ્સો વધ્યો છે. જોકે સેમ કરન, બ્રાર, અર્ષદીપ, રબાડા તેમજ સૅમ કરને બોલિંગ સુધારવાની જરુર છે. ગુજરાત સામેની મેચમાં 19મી ઓવર બોલ્ટને બદલે કુલદીપને અને 20મી ઓવર અવેશને સોંપવાનો સેમસનનો નિર્ણય વિવાદિત રહ્યો.

આ ખેલાડીઓ પંજાબ માટે સર્જી શકે છે મુશ્કેલી 

બોલ્ટે બે ઓવરમાં 8 રન આપ્યા હોવા છતાં તેને નજરઅંદાજ કરાયો. કેપ્ટન સેમસને વધુ સાવધ રહેવાની જરુર છે. રાજસ્થાનને જયસ્વાલના ફોર્મનો ઈંતજાર છે. જોકે બટલર, સેમસન, પરાગની સાથે જુરેલ અને હેટમાયર ફોર્મ બતાવી ચૂક્યા છે. અશ્વિન, ચહલની સાથે બર્ગર-બોલ્ટ હરિફો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે, જે પંજાબ માટે મુશ્કેલી સર્જી શકે છે.

રાજસ્થાન (સંભવિત )

જયસ્વાલ, બટલર, સેમસન (કેપ્ટન, વિ.કી.), પરાગ, જુરેલ, હેટમાયર, અશ્વિન, બોલ્ટ, અવેશ, બર્ગર અને શુભમ દુબે/ચહલ.

પંજાબ (સંભવિત)

ધવન (કેપ્ટન), બેરસ્ટો, પ્રભસિમરન/ અર્ષદીપ, સેમ કરન, રઝા, શશાંક સિંઘ, જીતેશ (વિ.કી.), આશુતોષ શર્મા, બ્રાર, હર્ષલ પટેલ, રબાડા.

IPL 2024માં આજે રોયલ્સની કિંગ્સ સામે થશે ટક્કર, પંજાબ માટે બોલર્સનું પ્રદર્શન ચિંતાજનક 2 - image


Google NewsGoogle News