IPL 2024: ઝીરો પર આઉટ થયો પણ પંજાબ સામેની મેચમાં ધોનીએ રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ રેકોર્ડ
Image Source: Twitter
MS Dhoni Creates History: ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન ધોનીએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે IPLના ઈતિહાસમાં 150 કેચ પકડનાર પ્રથમ વિકેટકીપર બની ગયો છે. પંજાબના બેટ્સમેન જિતેશ શર્માની કેચ પકડતાની સાથે જ તે IPLમાં 192 કેચ પકડનાર વિકેટકીપર બની ગયો છે. પંજાબ સામે રવિવારે એમએસ ધોની ખાતું ખોલ્યા વગર જ પવેલિયન પરત ફર્યો હતો.
આ લિસ્ટમાં દિનેશ કાર્તિક એમએસ ધોનીની નજીક છે, તેણે 141 કેચ પકડી છે. આ લિસ્ટમાં 119 કેચ સાથે રિદ્ધિમાન સાહા ત્રીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત એવો વિકેટકીપર બની શકે છે જે નજીકના ભવિષ્યમાં એમએસ ધોનીનો રેકોર્ડ તોડી શકે છે. IPLમાં પંતે અત્યાર સુધી 75 કેચ પકડી છે.
ધોનીએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો
પંજાબ કિંગ્સ સામેની મેચમાં નવમા નંબર પર ઉતરીને ધોનીએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. IPLના ઈતિહાસમાં એવું પહેલી વાર બન્યું છે જ્યારે જ્યારે ધોની આઠમાં નંબર પછી બેટિંગ કરવા ઉતર્યો હોય. IPL 2024માં ધોની અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તે ઈનિંગની છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવે છે અને મોટા શોટ મારવા પર ફોકસ કરે છે. પંજાબ સામેની મેચમાં ધોનીએ પોતાના કરતા પહેલા મિચેલ સેન્ટનર અને શાર્દુલ ઠાકુરને બેટિંગ કરવા મોકલ્યા હતા. જોકે હર્ષલ પટેલે ધોનીને સસ્તામાં પેવેલિયન મોકલી દીધો હતો.
ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની વિસ્ફોટક ખેલના દમ પર ચેન્નાઈ સુપર કિંગ્સે રવિવારે પંજાબને 28 રનથી હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને મજબૂત કરી છે. જાડેજાએ 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા બાદ ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જેનાથી પંજાબ સામે સતત પાંચ હાર બાદ CSKએ જીત મેળવી હતી.