'જ્યારથી અમારું બ્રેકઅપ થયું...', બોલીવુડ એક્ટ્રેસે ઈરફાન પઠાણને લઈને કર્યો મોટો દાવો, શમીને કરી ચૂકી છે પ્રપોઝ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
'જ્યારથી અમારું બ્રેકઅપ થયું...', બોલીવુડ એક્ટ્રેસે ઈરફાન પઠાણને લઈને કર્યો મોટો દાવો, શમીને કરી ચૂકી છે પ્રપોઝ 1 - image


નવી મુંબઇ,તા. 1 ડિસેમ્બર 2023, શુક્રવાર 

સાઉથ ઇંડિયન ફિલ્મોની અભિનેત્રી પાયલ ઘોષ તેની ક્રિકેટને લગતી જાહેરાતો અને ટ્વીટ્સનાં કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને લઈને મોટો દાવો કર્યો છે. 

ટ્વીટ કરીને ચોંકાવ્યા

સોશિયલ મીડિયા પર એકટ્રેસે એક ટ્વીટ કરીને ક્રિકેટર પર દાવો કર્યો છે,કે તે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણને તે ડેટ કરી રહી હતી. 

અભિનેત્રીએ ઈરફાન પઠાણ સાથેની એક જૂની તસવીર શેર કરી, કેપ્શનમાં તેણે લખ્યું, “જ્યારથી અમારું બ્રેકઅપ થયું ત્યારથી હું બીમાર પડી ગઈ હતી. હું વર્ષો સુધી કામ કરી શકી નહીં. પરંતુ તે એકમાત્ર છોકરો હતો જેને હું પ્રેમ કરતી હતી. આ પછી મેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો નથી.

પાયલ ઘોષે તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ પ્રપોઝ કર્યું હતું.

આ સિવાય અભિનેત્રીએ ટ્વીટ કર્યું કે, “ગૌતમ ગંભીર મને નિયમિતપણે મિસકોલ કરતો હતો, ઈરફાન આ વાત સારી રીતે જાણતો હતો, તે મારા બધા કોલ ચેક કરતો હતો. જ્યારે હું પુણેમાં ઈરફાનને મળવા ગઇ હતી ત્યારે તેણે મારી સામે યુસુફભાઈ, હાર્દિક અને કૃણાલને પણ આ વાત કહી હતી."

અભિનેત્રીએ 2 નવેમ્બરના રોજ એક ટ્વિટમાં મોહમ્મદ શમીને પ્રપોઝ કર્યું હતું. બીજી તારીખે, ભારતીય ટીમે ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે રમી અને 302 રનથી મોટી જીત મેળવી. શમીએ મેચમાં 5 વિકેટ લીધી હતી, જે બાદ અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, શમી, તારું અંગ્રેજી સુધારો, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું.


Google NewsGoogle News