Get The App

સનથ જયસૂર્યાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી, બેવડી સદી ફટકારનાર શ્રીલંકાનો પ્રથમ બેટર બન્યો નિસાંકા

પથુમ નિસાંકાએ અફઘાનિસ્તાન સામે અણનમ 210 રન બનાવ્યા હતા

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
સનથ જયસૂર્યાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી, બેવડી સદી ફટકારનાર શ્રીલંકાનો પ્રથમ બેટર બન્યો નિસાંકા 1 - image
Image:Twitter

Pathum Nissanka Double Century : પથુમ નિસાંકા ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર શ્રીલંકાનો પ્રથમ અને એકંદરે દસમો ખેલાડી બની ગયો છે. નિસાંકાએ આ શાનદાર ઇનિંગ સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેણે સનથ જયસૂર્યાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. ભારત સામે સનથ જયસૂર્યાએ વર્ષ 2000માં 189 રન બનાવ્યા હતા. શ્રીલંકામાં વનડેમાં અગાઉનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર સાઉથ આફ્રિકા સામે કુમાર સંગાકારાના 169 રનનો હતો.

ODIમાં સૌથી ઝડપી બેવડી સદી  ફટકારનાર ત્રીજો ખેલાડી 

પથુમ નિસાંકાએ ગઈકાલે અફઘાનિસ્તાન સામે પલ્લેકેલેમાં 210 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે માત્ર 136 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 20 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાના મામલે નિસાંકા ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

ઈશાન કિશનનો રેકોર્ડ તૂટતો બચ્યો

ઇશાન કિશન (126 બોલ vs બાંગ્લાદેશ, ચટગાંવ) અને ગ્લેન મેક્સવેલ (128 બોલ vs અફઘાનિસ્તાન, 2023) પછી પથુમ નિસાંકા ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ રીતે ઈશાન કિશનનો રેકોર્ડ તૂટતો બચ્યો હતો. નિસાંકા દ્વારા ફટકારેલા 8 છગ્ગાઓ ODIમાં શ્રીલંકાના બેટર દ્વારા ફટકારવામાં આવેલા સંયુક્ત પાંચમા સૌથી વધુ છગ્ગા છે. જ્યારે તેણે ઘરઆંગણે ODIમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ગિલ-ઇશાન બાદ બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ખેલાડી  

શુભમન ગિલ અને ઈશાન કિશન પછી બેવડી સદી ફટકારનારી નિસાંકા ત્રીજો સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. શુભમન ગિલે વર્ષ 2023માં ન્યૂઝીલેન્ડ સામે 23 વર્ષ 132 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે ઈશાન કિશને વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે 24 વર્ષ 145 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે નિસાન્કાએ 25 વર્ષ અને 187 દિવસની ઉંમરમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી.

સનથ જયસૂર્યાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી, બેવડી સદી ફટકારનાર શ્રીલંકાનો પ્રથમ બેટર બન્યો નિસાંકા 2 - image


Google NewsGoogle News