પહેલીવાર શાહરુખ ખાનને મળ્યો ત્યારે નહોતી ખબર કે તે કોણ છે: પેટ કમિન્સે જૂનો કિસ્સો શેર કર્યો
Pat Cummins On Shah Rukh Khan : IPLની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન લીગમાં તેની ટીમની મેચ જોવા માટે ઘણીવાર સ્ટેડિયમની મુલાકાત લેતો હોય છે. ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં કોલકાતાએ વર્ષ 2012 અને વર્ષ 2014માં બે વખત ખિતાબ જીત્યો હતો. આ પછી શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમે IPL 2024 માં ખિતાબ જીત્યો હતો.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે વર્ષ 2014માં કોલકાતા માટે IPLમાં પોતાની શરૂઆત કરી હતી. અને વર્ષ 2015માં પણ તે જ ફ્રેન્ચાઈઝી માટે રમ્યો હતો. IPL 2020ના ઓક્શનમાં કમિન્સને કોલકાતાએ 15.5 કરોડ રૂપિયામાં ફરીથી ખરીદ્યો હતો. અને તે 2021 અને 2022માં પણ તેમના માટે રમ્યો હતો. પરંતુ જ્યારે કમિન્સ શાહરૂખ ખાનને પહેલીવાર મળ્યો ત્યારે તે તેને ઓળખતો જ ન હતો. એક પોડકાસ્ટમાં કમિન્સે ખુલાસો કર્યો હતો કે, જ્યારે હું શાહરૂખને પહેલીવાર મળ્યો હતો. ત્યારે મને ખબર નહોતી કે શાહરૂખ ખાન કોણ છે.'
કમિન્સે કહ્યું હતું કે, ' જ્યારે હું શાહરૂખ ખાનને પહેલીવાર મળ્યો ત્યારે મને ખબર ન હતી કે તે કોણ છે. એ સમયે હું લગભગ 18 કે 19 વર્ષનો હતો. મેં ક્યારેય બોલિવૂડની ફિલ્મ જોઈ ન હતી. હું તેને મળ્યો અને કહ્યું, કે આ વ્યક્તિ ખૂબ જ સરસ છે. તેની આસપાસ ઘણાં સુરક્ષા ગાર્ડ હતા. અન્ય યુવા ભારતીય ખેલાડીઓ તેની આસપાસ ખૂબ શરમાઈને ઊભા હતા. ત્યારે મને લાગ્યું કે તે ખૂબ જ ખાસ વ્યક્તિ હોવો જોઈએ. તેઓ અમને ખેલાડીઓને એટલું જ કહેતો હતો કે, તમે મજા કરો અને મુક્તપણે રમો.'
પેટ કમિન્સે IPL 2023ની સિઝનમાં રમ્યો ન હતો. ત્યારબાદ IPL 2024ના ઓકશનમાં કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 20.5 કરોડમાં ખરીદ્યો હતો. તે મિચેલ સ્ટાર્ક પછી IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. સ્ટાર્કને કોલકાતાએ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.