Get The App

સિરાજને આઉટ ન આપ્યો એટલે ઓસ્ટ્રેલિયન કેપ્ટન અમ્પાયર સાથે ઝઘડ્યો, કોમેન્ટેટર પણ હેરાન

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News

સિરાજને આઉટ ન આપ્યો એટલે ઓસ્ટ્રેલિયન કેપ્ટન અમ્પાયર સાથે ઝઘડ્યો, કોમેન્ટેટર પણ હેરાન 1 - image

Pat cummins had argument with umpire : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમ 9 વિકેટના નુકસાન પર 358 રન બનાવીને બેટિંગ કરવા ઉતરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમનો ઉદ્દેશ્ય ભારતીય ટીમને વહેલી તકે ઓલઆઉટ કરીને બેટિંગ કરવાનો હતો. દિવસની ત્રીજી ઓવરમાં પેટ કમિન્સે શાનદાર યોર્કર ફેંક્યો અને મોહમ્મદ સિરાજે તે બોલને સ્લિપમાં ફટકાર્યો હતો અને તેનો કેચ પકડાઈ ગયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમે વિકેટ ઝડપી હોવાની ઉજવણી શરૂ કરી દીધી હતી. જેને લઈને ઓનફિલ્ડ અમ્પાયરે આ માટે થર્ડ અમ્પાયરની મદદ માંગી હતી. થર્ડ અમ્પાયરે રિપ્લે જોઈને સિરાજને નોટઆઉટ જાહેર કર્યો હતો. આ જોઈને કમિન્સ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને અમ્પાયરો સાથે દલીલ કરવા લાગ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

ઓસ્ટ્રેલિયન ટીમને સિરાજનો આ કેચ પકડીને ઘણો વિશ્વાસ હતો. તેમને એવું લાગી રહ્યું હતું કે કેચ બેટ સાથે અથડાયને સીધો ફિલ્ડરના હાથમાં ગયો હતો. પરંતુ થર્ડ અમ્પાયરના કહેવા પ્રમાણે બોલ ઉછળીને બાજુમાંથી જતો રહ્યો હતો. આ નિર્ણય ખૂબ જ ઓછા સમયમાં લઇ લેવામાં આવ્યો હતો. આ કારણથી કમિન્સ ખુશ ન હતો અને તેણે મેદાન પર હાજર અમ્પાયરો સાથે દલીલ કરવાનું શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં તેણે થર્ડ અમ્પાયરના નિર્ણયને પડકાર્યો અને DRSની માંગણી કરી હતી. પરંતુ તેની આ માંગ પૂરી કરવામાં આવી ન હતી.

આટલી ઉતાવળમાં નિર્ણય લેવો જોઈતો ન હતો- રવિ શાસ્ત્રી

તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ સિવાય કોમેન્ટ્રી બોક્સમાં હાજર ભારતીય અને ઓસ્ટ્રેલિયાની ટીમના દિગ્ગજ ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'આ બહુ નજીકનો મામલો છે. આટલી ઉતાવળમાં નિર્ણય લેવો જોઈતો ન હતો. ત્રીજા અમ્પાયરે તેને અલગ-અલગ એંગલથી તપાસવું જોઈતું હતું.' તેની સાથે કોમેન્ટ્રી કરી રહેલા એડમ ગિલક્રિસ્ટ પણ આ વાત સાથે સહમત થયા હતા.

આ પણ વાંચો : IND vs AUS : ઓસ્ટ્રેલિયાના પૂંછડિયા બેટર્સની મજબૂત બેટિંગ, ચોથા દિવસની રમતના અંતે લીડ 333

ઓસ્ટ્રેલીયન ટીમ હાલ ૩૩૩ રનથી આગળ 

જો કે, ભારતીય ટીમ આ નિર્ણયનો વધુ ફાયદો ઉઠાવી શકી ન હતી. ટૂંક સમયમાં જ નીતિશ કુમાર રેડ્ડી નાથન લિયોનના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે બાઉન્ડ્રી પર કેચઆઉટ થઈ ગયો હતો. સિરાજ અને રેડ્ડી વચ્ચે 19 રનની ભાગીદારી થઈ હતી. જેના આધારે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 369 રન બનાવી શકી હતી. આજે ટેસ્ટના ચોથા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમ 228 નો સ્કોર કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. જેને આધારે ઓસ્ટ્રેલીયન ટીમ હાલ 333 રનથી આગળ છે.સિરાજને આઉટ ન આપ્યો એટલે ઓસ્ટ્રેલિયન કેપ્ટન અમ્પાયર સાથે ઝઘડ્યો, કોમેન્ટેટર પણ હેરાન 2 - image




Google NewsGoogle News