ટ્રેનમાંથી પેરિસ ઓલિમ્પિકનો સિક્યોરિટી પ્લાન ચોરી, 5 મહિનામાં શરુ થવાની છે ગેમ્સ

ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન બે હજાર મ્યુનિસિપલ પોલીસ અધિકારીઓ તહેનાત કરવામાં આવશે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ટ્રેનમાંથી પેરિસ ઓલિમ્પિકનો સિક્યોરિટી પ્લાન ચોરી, 5 મહિનામાં શરુ થવાની છે ગેમ્સ 1 - image
Image:Pixabay

Paris Olympics : પેરિસના ગારે ડુ નોર સ્ટેશન પર સોમવારે સાંજે એક ટ્રેનમાંથી એક બેગ ચોરાઈ હતી. આ બેગમાં એક કોમ્પ્યુટર અને બે યુએસબી મેમરી સ્ટિક હતી જેમાં પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પોલીસ સુરક્ષા યોજનાઓ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ બેગ પેરિસ સિટી હોલના એન્જિનિયરની હતી. તેણે આ બેગ પોતાની સીટ ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટમાં રાખી હતી. ટ્રેન મોડી પડી હોવાથી તેણે ટ્રેન બદલવાનું નક્કી કર્યું ત્યારે તેને ચોરીની જાણ થઈ હતી.

યુએસબી સ્ટિક્સમાં સંવેદનશીલ ડેટા

એન્જિનિયરે કહ્યું કે, “મારા વર્ક કોમ્પ્યુટર અને બે યુએસબી સ્ટિક્સમાં સંવેદનશીલ ડેટા છે, ખાસ કરીને મ્યુનિસિપલ પોલીસની ઓલિમ્પિક સુરક્ષા યોજના તેમાં છે.” પ્રાદેશિક વાહન વ્યવહાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન બે હજાર મ્યુનિસિપલ પોલીસ અધિકારીઓ તહેનાત કરવામાં આવશે, જેમાં 26 જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક્સ માટે દરરોજ લગભગ 35,000 દળો તહેનાત રહી શકે છે.

ઓલિમ્પિક ગેમ્સ માટે અંદાજે 1 કરોડ ટિકિટ ઉપલબ્ધ હશે

પેરિસ ઓલિમ્પિક ગેમ્સની સત્તાવાર વેબસાઇટ મુજબ કુલ 35 સ્થળોએ 24 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે. તેમાંથી 14 સ્થાનો સીધા ઓલિમ્પિક વિલેજની 10 કિલોમીટરની ત્રિજ્યામાં સ્થિત છે. ટિકિટના વેચાણ અંગે વેબસાઈટ જણાવે છે કે ખૂબ જ વધારે માંગને કારણે ટિકિટોની ફાળવણી ડ્રો દ્વારા કરવામાં આવશે. ઓલિમ્પિક ગેમ્સ માટે અંદાજે 1 કરોડ ટિકિટ ઉપલબ્ધ હશે, જ્યારે પેરાલિમ્પિક ગેમ્સ માટે અંદાજે 34 લાખ ટિકિટ ઉપલબ્ધ હશે. તમામ ટિકિટ એક જ વેબસાઇટ દ્વારા વેચવામાં આવશે. ઓલિમ્પિક ગેમ્સની ટિકિટ 24 યુરોથી શરૂ થાય છે, જ્યારે પેરાલિમ્પિક ગેમ્સની ટિકિટ 15 યુરોથી શરૂ થાય છે.

ટ્રેનમાંથી પેરિસ ઓલિમ્પિકનો સિક્યોરિટી પ્લાન ચોરી, 5 મહિનામાં શરુ થવાની છે ગેમ્સ 2 - image


Google NewsGoogle News