પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર આ ખેલાડીએ સરકારી નોકરી ઠુકરાવી, કહ્યું- પરિવાર ઈચ્છે છે નોકરી કરું પણ હું...
Paris Olympics 2024, Sarabjot Singh: પેરિસ ઓલિમ્પિકસની મિક્સ્ડ પિસ્તોલ ઈવેન્ટમાં મનુ ભાકર સાથે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર સરબજોત સિંહે એક મહત્તવપૂર્ણ નિર્ણય લીધો છે. હરિયાણા સરકારે 22 વર્ષીય સરબજોત સિંહને સરકારી નોકરી આપવાની ઓફર કરી હતી. જે સરબજોતએ ઠુકરાવી દીધી હતી. સરબજોતને રમતગમત વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટરનું પદ આપવાની ઓફર કરાઈ હતી, પરંતુ તેણે તેની શૂટિંગની તૈયારીને વધારે મહત્ત્વ આપ્યું હતું. અને આ પદ લેવાની ના પાડી દીધી હતી.
પરંતુ હું શૂટિંગમાં આગળ વધવા માંગુ છું
સરબજોતે કહ્યું હતું કે, 'હું પહેલા મારા શૂટિંગ પર ધ્યાન આપવા માંગુ છું, મને પરિવાર તરફથી આ નોકરીને લઇ લેવા માટે દબાણ કરાયું હતું, પરંતુ હું શૂટિંગમાં આગળ વધવા માંગુ છું, હું મારા કેટલાક નિર્ણયો વિરુદ્ધ જઈ શકું તેમ નથી, તેથી હું અત્યારે નોકરી નહીં લઈ શકું.'
આ પણ વાંચો: ઓલિમ્પિકમાં વિવાદ વચ્ચે સિલ્વર મેડલનો મામલો ગુંચવાયો, CASએ વિનેશ ફોગાટને પૂછ્યાં 3 સવાલ
વતનમાં સરબજોતનું ભવ્ય સ્વાગત કરાયું
તમને જણાવી દઈએ કે સરબજોતએ પેરિસ ઓલિમ્પિકસ 2024માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સરબજોતને તેના વતન અંબાલા જિલ્લાના ધીન ગામમાં ઓલિમ્પિકસમાંથી પરત ફર્યો ત્યારે તેનું સ્ટાર તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવાર, મિત્રો અને ગ્રામજનોએ તેની આ ઉપલબ્ધિની ઉજવણી કરવા ઢોલ-નગારા, ફૂલોના હાર અને ફટાકડા સાથે તેનું સ્વાગત કર્યું હતું. તે પોતના વતન ફર્યા બાદ સૌથી પહેલા પોતાના માતા-પિતા હરજીત કૌર અને જિતેન્દ્ર સિંહના આશીર્વાદ લીધા હતા.