Get The App

ભારતને છઠ્ઠો મેડલ અપાવનાર પહેલવાને બાળપણમાં જ માતા-પિતા ગુમાવ્યા હતા, જાણો તેના વિશે

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
Aman Sehrawat


Aman Sehrawat, Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં શુક્રવારે મોડી રાત્રે ભારતને વધુ એક મેડલ મળ્યો. અત્યાર સુધીમાં ભારતને કુલ 6 મેડલ મળ્યા છે. ભારતીય કુશ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વજનની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમને બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો.

બાળપણમાં જ તેના માતા-પિતા ગુમાવ્યા

અમન સેહરાવતની ઓલિમ્પિકની સફર ખૂબ મુશ્કેલ રહી છે. અમન હરિયાણાના ઝજ્જર જિલ્લાના બિરોહરના જાટ પરિવારમાંથી આવે છે. ખેલાડીએ 11 વર્ષની ઉંમરે જ તેના માતા-પિતા ગુમાવ્યા હતા. અમન જયારે 10 વર્ષનો હતો ત્યારે તેની માતાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. પછી લગભગ એક વર્ષ પછી તેના પિતાનું પણ અવસાન થયું.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક : રેસલર અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતના ખાતામાં કુલ છ મેડલ

અમન ડિપ્રેશનથી પીડાતો હતો

ત્યારબાદ અમન અને તેની નાની બહેન પૂજાની દેખરેખ તેના કાકા સુધીર કરતા હતા. અમન તેના માતા-પિતાના અવસાન બાદ ગંભીર ડિપ્રેશનથી પીડાતો હતો, આવી સ્થિતિમાં તેના દાદા મંગેરામ સેહરાવતે તેની સંભાળ લીધી અને અમનને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. જ્યારે અમન ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો ત્યારે તેણે કુશ્તીમાં પોતાની પ્રતિભાને નિખારવાનું શરૂ કર્યું.

કુશ્તીમાં અમનની સફર આવી રહી...

કુશ્તીમાં જુસ્સો હોવાથી કોચ લલિત કુમાર હેઠળ અમને તાલીમ લેવાની શરુ કર્યું હતું. ત્યારબાદ  2021માં તેની પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને ચર્ચામાં આવ્યો હતો. ત્યાર પછી 2022 એશિયન ગેમ્સમાં 57 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. જાન્યુઆરી 2024માં તેણે ઝાગ્રેબ ઓપન રેસલિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

આ પણ વાંચો: Paris Olympics : એક વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે નીરજ ચોપડા, તબીબોની સલાહ બાદ કરાવી શકે છે સર્જરી

ભારતને છઠ્ઠો મેડલ અપાવનાર પહેલવાને બાળપણમાં જ માતા-પિતા ગુમાવ્યા હતા, જાણો તેના વિશે 2 - image


Google NewsGoogle News