અજબગજબ: પેરિસની ગરમીથી પરેરાશ હતા ભારતીય એથલિટ્સ, ઓસ્ટ્રેલિયાને હરાવતા જ લાગી ગયા AC
Paris Olympics 2024: ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાને શૂટિંગમાં મેડલ મળ્યા છે. તાજેતરમાં ભારતીય હોકી ટીમે પણ ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. ભારત માટે આ જીત ઐતિહાસિક હતી પરંતુ આ દરમિયાન ભારતીય ખેલાડીઓને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
પેરિસના સ્પોર્ટ્સ વિલેજમાં વ્યવસ્થાનો અભાવ છે. ઘણા દેશોના ખેલાડીઓને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગરમીની સાથે ખેલાડીઓને ગંદા બાથરૂમનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. પેરિસમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે પરંતુ રમત-ગમત મંત્રાલયે ભારતીય ખેલાડીઓની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. મંત્રાલયે ખેલાડીઓના રૂમમાં એસી લગાવ્યા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. હવે ખેલાડીઓને રાહત મળી છે.
મળતી માહિતી પ્રમાણે, પેરિસ ઓલિમ્પિકમાં નબળી સિસ્ટમનો પર્દાફાશ થયો છે. સીન નદીના ગંદા પાણીને કારણે કેનેડિયન એથ્લેટને ઉલ્ટી થઈ હતી. કેનેડિયન એથ્લેટ ટેલર મિસ્લાવચુકે કહ્યું, હું સંપૂર્ણપણે ઠીક હતો. પરંતુ રેસ પછી મને 10 વખત ઉલ્ટી થઈ.
આ પણ વાંચો: આ મહિલા છે પુરુષ? ઓલિમ્પિક વખતે લિંગ પરીક્ષણમાં ખેલાડીઓનો પણ ખો નીકળી જાય છે
અમેરિકન જિમનાસ્ટે કરી હતી ફરિયાદ
પેરિસ ઓલિમ્પિકમાં ચાલી રહેલી બેદરકારી અંગે ઘણા ખેલાડીઓએ ફરિયાદ કરી છે.માહિતી પ્રમાણે, અમેરિકન જિમ્નાસ્ટ સિમલ બાઈલ્સ અને બ્રિટિશ ટેનિસ પ્લેયર જેક ડ્રેપરે ગરમીને કારણે તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને નબળી વ્યવસ્થા અંગે ફરિયાદ કરી હતી.