ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર સાથે જજોએ ચીટિંગ કરી? બોક્સર, ફેન્સ, કોમેન્ટેટર સહિત બધા ચોંક્યાં
Image : IANS (File photo) |
Nishant Dev, Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય બોક્સર નિશાંત દેવનું મેડલ જીતવાનું સપનું તૂટી ગયું. નિશાંત દેવ મેન્સ બોક્સિંગની 71 કિલોની કેટેગરીમાં મેક્સિકોના માર્કો વેરડે સામે રિંગમાં ઉતર્યો હતો. જેમાં તે 1-4થી હારનો સામનો કરવો પડ્યો. જો નિશાંત ક્વાર્ટર ફાઈનલ જીત્યો હોત તો કમ સે કમ તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. પણ તે પહેલા રાઉન્ડમાં લીડ મેળવ્યાં છતાં હારી ગયો. હવે અહીં ચીટિંગનો આરોપ પણ લાગી રહ્યો છે. ચાલો મામલો સમજીએ. ઉલ્લેખનીય છે કે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ત્રણ બ્રોન્ઝ જીત્યાં છે જે શૂટિંગમાં જ આવ્યા છે.
નિશાંતની હાર બાદ ફેન્સ ભડક્યાં
નિશાંતે શરૂઆતના રાઉન્ડમાં સરળતાથી જીત મેળવી હતી. પહેલા રાઉન્ડમાં પાંચમાંથી ચાર જજોએ નિશાંતને બહેતર માન્યું અને 10-10 પોઈન્ટ આપ્યા. પછી બીજા રાઉન્ડમાં પણ નિશાંત નિયંત્રિત દેખાયો હતો જ્યાં તેણે મેક્સિકન ખેલાડી પર અનેક મોટા જેબ હુક લગાવ્યા તેમ છતાં જજોએ આશ્ચર્યજનક રીતે એ રાઉન્ડમાં વેરડેની તરફેણ કરી. બીજા રાઉન્ડમાં ફક્ત બે જજોએ નિશાંતની તરફેણમાં 10-10 પોઇન્ટ આપ્યા. જોકે ત્રણ જજોએ વેરેડની તરફેણમાં નિર્ણય આપ્યો.
ત્રીજા રાઉન્ડમાં શું થયું?
જોકે ત્રીજા રાઉન્ડમાં નિશાંત દેવ મોમેન્ટમ જાળવી ન શક્યો. પાંચ જજોએ વેરેડની તરફેણમાં નિર્ણય આપ્યો. જ્યારે ત્રીજો રાઉન્ડ પૂરો થયો તો નિશાંત દેવ કોન્ફિડેન્ટ દેખાઈ રહ્યો હતો. તેને વિશ્વાસ હતો કે તે મેચ જીતી ગયો છે પણ જે નિર્ણય આવ્યો તે ચોંકાવનારો રહ્યો. નિશાંત 1-4થી ક્વાર્ટર ફાઈનલનો મુકાબલો હારી ગયો હતો. કમેન્ટેટર પણ આ નિર્ણયથી દંગ રહી ગયા.
આ પણ વાંચો : અમે બહુ મળતા નથી પણ...: વિરાટ કોહલી સાથે મિત્રતા પર ધોનીએ જુઓ શું કહ્યું
વિજેન્દ્ર સિંહે પણ રોષ ઠાલવ્યો
ભારત માટે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતી ચૂકેલા સ્ટાર બોક્સર વિજેન્દ્ર સિંહે પણ આ મેચમાં સ્કોરિંગ સિસ્ટમ સામે રોષ ઠાલવ્યો અને એક્સ પર લખ્યું કે મને સમજાતું નથી કે સ્કોરિંગ સિસ્ટમ શું છે? પણ મને લાગે છે કે આ ખૂબ જ ક્લૉઝ મામલો હતો. ભારતીય બોક્સરે સરસ રમત દાખવી, કોઈ નહીં ભાઈ. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ રિએક્ટ કરી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે નિશાંતને જાણીજોઈને હરાવાયો છે. જોકે એ તો જીતનો હકદાર હતો.