અંતરિક્ષમાં પણ ઓલિમ્પિકની ઉજવણી! સુનિતા વિલિયમ્સ સહિત ઘણાં અવકાશયાત્રી ગેમ્સ રમતા દેખાયા

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
olympics-in-space


Olympics in SPACE NASA: પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં મનુ ભાકરે દેશ માટે મેડલ જીતીને ખાતું પણ ખોલી નાખ્યું છે. પૃથ્વી પર તો ઓલિમ્પિક્સનો ક્રેઝ છે જ પરંતુ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓમાં પણ વિવિધ રમતો રમતા જોવા મળ્યા હતા. નાસાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. 

અવકાશમાં મનોરંજક રમતો

નાસાએ X એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર અવકાશયાત્રીઓ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં મશાલ (ટોર્ચ) સાથે જોવા મળે છે. ત્યારબાદ સ્પોર્ટ્સ ઇવેન્ટનો વારો આવે છે. જેમાં કોઈ રેસ લગાવી રહ્યું છે, કોઈ ગોળાફેંક કરી રહ્યું છે, કોઈ વેઈટ લિફ્ટિંગ, તો કોઈ રનિંગ જેવી ગેમની નકલ કરતા જોવા મળે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. 

આ વીડિયો લોકોએ ખૂબ પસંદ કર્યો

આ વીડિયો પર લોકોએ અલગ-અલગ કોમેન્ટ પણ કરી છે. તેમજ લોકોએ આ વીડિયોના વખાણ પણ કર્યા છે. અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણની વચ્ચે પોતાને સ્થિર રાખવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, અંતરિક્ષ યાત્રીઓ જે રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઓલમ્પિકની ઉજવણી  કરી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારું છે.

આ પણ વાંચો: મનુ ભાકર રચશે ઈતિહાસ...! બીજો ઓલિમ્પિક મેડલ જીતવાની આશા

સુનિતા વિલિયમ્સ ત્રીજી વાર અંતરીક્ષમાં ગયા 

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 5 જૂન, 2024ના રોજ ત્રીજી વખત અંતરીક્ષમાં ગયા હતા. લગભગ 25 કલાક વાળ તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા હતા. મિશન હેઠળ, તે 8 દિવસ સુધી સંશોધન અને પ્રયોગો કર્યા પછી 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ અવકાશયાનને ટેકનિકલ સમસ્યાઓના કારણે તેઓ હજુ સુધી અવકાશમાં ફસાયેલા જ છે. 

અંતરિક્ષમાં પણ ઓલિમ્પિકની ઉજવણી! સુનિતા વિલિયમ્સ સહિત ઘણાં અવકાશયાત્રી ગેમ્સ રમતા દેખાયા 2 - image


Google NewsGoogle News