સતત પાંચમી વખત Olympic ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો, બુટ ઉતાર્યા અને નિવૃતિની કરી જાહેરાત

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
Mijaín López


પેરિસ ઓલિમ્પિક, 2024 અનેક વિવાદોને કારણે આયોજનકર્તા IOC, મેજબાન ફ્રાન્સ માટે કાળા ધબ્બા સમાન રહી છે અને ભારતની શેરની વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજનને કારણે અયોગ્ય જાહેર કરાતા વધુ એક કાળો ધબ્બો લાગ્યો છે. જોકે અનેક મોરચે પેરિસ ઓલિમ્પિક યાદગાર અને રેકોર્ડ બ્રેક બની રહ્યો છે. આ સંસ્કરણમાં અનેક વર્લ્ડ રેકોર્ડ બન્યા છે. આજે ક્યુબાના એક એથલિટે અનોખો રેકોર્ડ સર્જ્યો છે. 

ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 ના માર્કી મેચઅપમાં, ક્યુબાના મિજાન લોપેઝ નુનેઝે 6 ઓગસ્ટના રોજ 130 કિગ્રા ગ્રીકો-રોમન ફાઇનલમાં 6-0 થી જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો, જે એક જ ઈવેન્ટમાં પાંચ ગોલ્ડ મેડલ જીતનાર ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ બન્યો હતો. 

આ પણ વાંચો:  વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થતા હોબાળો, જુઓ રાજકારણના દિગ્ગજોની પ્રતિક્રિયા

નુનેઝે મેટ પર બુટ ઉતાર્યા બાદ કહ્યું કે,"મને થોડું દુખ થયુ, તે સમયે એવુ લાગ્યુ કે, જાણે તમે તમારા જીવનનો એક ભાગ ત્યાં છોડી દીધો છે. નાનપણથી જ હું આ રમત રમી રહ્યો હતો – એક એવી રમત જેણે મને વિશ્વભરમાં ઓળખ આપી. મેં મેટ પર એક સપનું છોડી દીધું, પરંતુ એક સપનું જે તમામ યુવાનોને પ્રેરણા આપશે. મારી પાછળ આવતા તમામ યુવાનો માટે હું જે વારસો છોડવા માંગુ છું તે એ છે કે તેઓ જે હાંસલ કરવા માગે છે તેના માટે તેઓએ હંમેશા લડવું જોઈએ. જીવનમાં એવો કોઈ લક્ષ્ય નથી હોતો, એવી કોઈ ઉંમર નથી કે એવો કોઈ હેતુ નથી જે પ્રાપ્ત કરી શકાતો નથી”.


Google NewsGoogle News