Get The App

મનુ ભાકરને ‘ગોલ્ડન ચાન્સ’, ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ જીત્યા બાદ ત્રીજામાં જીતશે તો રચાશે ઈતિહાસ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Manu Bhaker Record


Manu Bhaker Paris Olympics 2024 Medal Hat Trick : ભારતને ગૌરવ અપાવનાર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં દમદાર એથલીટ બનીને ઉભરી આવી છે. તેણે ઓલિમ્પિકમાં બે મેડલો જીતીને ઈતિહાસમાં નામ નોંધાવ્યું છે. હવે મનુ પાસે વધુ એક મેડલ જીતવાની તક છે. જો તે ત્રીજો મેડલ જીતશે તો ભારત માટે મોટો ઈતિહાસ રચાશે. પેરિસ ઓલિમ્પિકમાં આજે મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્ટલમાં દક્ષિણ કોરિયાને હરાવી કાંસ્ય પદક જીત્યું હતું. આ પહેલા મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં કાંસ્ય પદ જીત્યું હતું.

મનુ ભાકર આવો ઈતિહાસ રચનાર પ્રથમ ભારતીય મહિલા બની

ભારત દેશ આઝાદ થયા બાદ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશને પ્રથમવાર બે મેડલ અપાવ્યા છે. આ સાથે મનુ આવો ઈતિહાસ રચનારી પ્રથમ મહિલા બની ગઈ છે. વર્ષ 1900માં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારત તરફથી રમી રહેલી નોર્મ પ્રિચાર્ડે 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટર હર્ડલ્સમાં રજત ચંદ્રક જીત્યા હતા, જોકે આ સિદ્ધિ ભારત આઝાદ થયા પહેલા નોંધાઈ હતી. 

મનુને બીજી ઓગસ્ટે ત્રીજો મેડલ જીતી ઈતિહાસ રચવાની તક

હવે મનુ ભાકરની આગામી એર પિસ્ટલ સ્પર્ધા બીજી ઓગસ્ટે રમાશે, જેમાં તેને ત્રીજો મેડલ જીતવાની સાથે સૌથી મોટો ઈતિહાસ રચવાની તક છે. મનુએ તાજેતરમાં બે મેડલો જીતી પૂર્વ ભારતીય કુસ્તીબાજ સુશીલ કુમાર (પુરુષોની 66 કિગ્રા કુસ્તી, બેઇજિંગ 2008 અને લંડન 2012) તેમજ પી.વી સિંધુ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન રિયો 2016 અને ટોક્યો 2020)ના રેકોર્ડની બરાબરી કરી છે. આ ઉપરાંત જો તે બીજી ઓગસ્ટે ત્રીજો મેડલ જીતશે, તો આ બંને એથ્લેટનો રેકોર્ડ તોડવાની સાથે ઈતિહાસ રચશે.

આ પણ વાંચો : કોણ છે 22 વર્ષીય શૂટર મનુ ભાકર, જેણે પેરિસ ઓલિમ્પિકસમાં ભારતનો ઝંડો લહેરાવી ઈતિહાસ રચી દીધો

હું હેટ્રિક કરવાનો પ્રયાસ કરીશ : મનુ ભાકર

કાંસ્ય પદક જીતનાર મનુ ભાકર તેના સાથીદાર સરબજોત સિંહ સાથે ઘણી ખુશી જોવા મળી છે. આ દરમિયાન તેણે કહ્યું કે, હું ત્રીજો મેડલ જીતવા માટે ખૂબ મહેનત કરીશ અને હેટ્રિક કરવાના તમામ પ્રયાસ કરીશ.

ભારતે 1900થી 2024 સુધીમાં 10 ગોલ્ડ, 18 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ 37 મેડલો જીત્યા, જુઓ યાદી

  1. નોર્મન પ્રિચાર્ડ*, સિલ્વર (પુરુષોની 200 મીટર દોડ, પેરિસ 1900)
  2. નોર્મન પ્રિચાર્ડ**, સિલ્વર (પુરુષોની 200 મીટર હર્ડલ રેસ, પેરિસ 1900)
  3. ભારતીય હોકી ટીમ, ગોલ્ડ (પુરુષોની હોકી, એમ્સ્ટર્ડમ 1928)
  4. ભારતીય હોકી ટીમ, ગોલ્ડ (પુરુષોની હોકી, લોસ એન્જલસ 1932)
  5. ભારતીય હોકી ટીમ, ગોલ્ડ (પુરુષોની હોકી, બર્લિન 1936)
  6. ભારતીય હોકી ટીમ, ગોલ્ડ (પુરુષોની હોકી, લંડન 1948)
  7. ભારતીય હોકી ટીમ, ગોલ્ડ (પુરુષોની હોકી, હેલસિંકી 1952)
  8. ભારતીય હોકી ટીમ, ગોલ્ડ (પુરુષોની હોકી, મેલબોર્ન 1956)
  9. કેડી જાધવ, બ્રોન્ઝ (પુરુષોની બેન્ટમવેઇટ કુસ્તી, હેલસિંકી 1952)
  10. ભારતીય હોકી ટીમ, સિલ્વર (પુરુષોની હોકી, રોમ 1960)
  11. ભારતીય હોકી ટીમ, ગોલ્ડ (પુરુષોની હોકી, ટોક્યો 1964)
  12. ભારતીય હોકી ટીમ, બ્રોન્ઝ (પુરુષોની હોકી, મેક્સિકો સિટી 1968)
  13. ભારતીય હોકી ટીમ, બ્રોન્ઝ (પુરુષોની હોકી, મ્યુનિક 1972)
  14. ભારતીય હોકી ટીમ, ગોલ્ડ (પુરુષોની હોકી, મોસ્કો 1980)
  15. લિએન્ડર પેસ, બ્રોન્ઝ (મેન્સ સિંગલ્સ ટેનિસ, એટલાન્ટા 1996)
  16. કર્ણમ મલ્લેશ્વરી, બ્રોન્ઝ (વેઈટ લિફ્ટિંગ (મહિલા 54 કિગ્રા), સિડની 2000)
  17. રાજ્યવર્ધનસિંહ રાઠોડ, સિલ્વર (પુરુષોની ડબલ ટ્રેપ શૂટિંગ, એથેન્સ 2004)
  18. અભિનવ બિન્દ્રા, ગોલ્ડ (પુરુષોની 10 મીટર એર રાઈફલ શૂટિંગ, બેઇજિંગ 2008)
  19. વિજેન્દર સિંહ, બ્રોન્ઝ (પુરુષોની મિડલવેટ બોક્સિંગ, બેઇજિંગ 2008)
  20. સુશીલ કુમાર, બ્રોન્ઝ (પુરુષોની 66 કિગ્રા કુસ્તી, બેઇજિંગ 2008)
  21. સુશીલ કુમાર, સિલ્વર (પુરુષોની 66 કિગ્રા કુસ્તી, લંડન 2012)
  22. વિજય કુમાર, સિલ્વર (પુરુષોની 25 મીટર રેપિડ પિસ્તોલ શૂટિંગ, લંડન 2012)
  23. સાયના નેહવાલ, બ્રોન્ઝ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન, લંડન 2012)
  24. મેરી કોમ, બ્રોન્ઝ (મહિલા ફ્લાયવેઇટ બોક્સિંગ, લંડન 2012)
  25. યોગેશ્વર દત્ત, બ્રોન્ઝ (પુરુષોની 60 કિગ્રા કુસ્તી, લંડન 2012)
  26. ગગન નારંગ, બ્રોન્ઝ (10 મીટર એર રાઈફલ શૂટિંગ, લંડન 2012)
  27. પીવી સિંધુ, સિલ્વર (મહિલા સિંગલ્સ બેડમિન્ટન, રિયો 2016)
  28. સાક્ષી મલિક, બ્રોન્ઝ (મહિલાઓની 58 કિગ્રા કુસ્તી, રિયો 2016)
  29. મીરાબાઈ ચાનુ, સિલ્વર (મહિલાઓની 49 કિગ્રા વેઈટ લિફ્ટિંગ, ટોક્યો 2020)
  30. લવલીના બોર્ગોહેન, બ્રોન્ઝ (મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ (64-69 કિગ્રા), ટોક્યો 2020)
  31. પીવી સિંધુ, બ્રોન્ઝ (મહિલા સિંગલ્સ બેડમિન્ટન, ટોક્યો 2020)
  32. રવિ કુમાર દહિયા, સિલ્વર (પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા કુસ્તી, ટોક્યો 2020)
  33. ભારતીય હોકી ટીમ, બ્રોન્ઝ (પુરુષોની હોકી, ટોક્યો 2020)
  34. બજરંગ પુનિયા, બ્રોન્ઝ (પુરુષોની 65 કિગ્રા કુસ્તી, ટોક્યો 2020)
  35. નીરજ ચોપરા, ગોલ્ડ (મેન્સ જેવલિન થ્રો, ટોક્યો 2020)
  36. મનુ ભાકર, બ્રોન્ઝ (મહિલા 10 મીટર એર પિસ્તોલ, પેરિસ 2024)
  37. મનુ ભાકર-સરબજોત સિંહ, બ્રોન્ઝ (10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ, પેરિસ 2024)

નોંધ : નોર્મલ પ્રિચર્ડે બ્રિટિશ ધ્વજ હેઠળ ભારત તરફથી ભાગ લીધો હતો, તેઓ એક બ્રિટિશ મૂળના ખેલાડી હતા.

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ગજબ સંયોગ! 12 વર્ષ પહેલાં આજના દિવસે જ ભારતને શૂટિંગમાં મળ્યો હતો બ્રોન્ઝ મેડલ


Google NewsGoogle News