પેરિસ ઓલિમ્પિક: ક્વાર્ટર ફાઇનલમાં લવલીનાનો પરાજય, બોક્સિંગમાં ભારતની સફર સમાપ્ત

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
Lovlina Borgohain


Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ મેડલ જીતવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે આજે ભારતીય હોકી ટીમે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જોકે બોક્સિંગમાં ભારતને નિરાશા હાથ લાગી છે. સ્ટાર મહિલા બોક્સર લવલીના બોરગોહેન ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીની ખેલાડી લિ કિયાન સામે 1-4થી હારી ગઈ છે. 

ગત ઓલિમ્પિકમાં જીત્યો હતો મેડલ 

મહિલાઓના 69 કિલો કેટેગરીમાં લવલીનાએ પેરિસ ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ વખતે 75 કિલો પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હતો. 

જો લવલીના આ મેચમાં જીતી ગઈ હોત તો ભારત માટે એક મેડલ પાક્કો થઈ જાત. સેમિ ફાઇનલમાં હારનાર બંને ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે.  

ચીનની ખેલાડીએ લવલીનાને આપી મ્હાત 

વર્તમાન ઓલિમ્પિકમાં ભારતની એકમાત્ર બોક્સર લવલીનાએ આ સપ્તાહની શરૂઆતમાં નૉર્વેની સુન્નીવાને 5-0થી મ્હાત આપી હતી. ક્વાર્ટરફાઇનલમાં લવલીનાનો સામનો ચીનની લી કિયાન સાથે થયો. લી કિયાન અગાઉ બે વખત ઓલિમ્પિક મેડલ જીતી ચૂકી છે. તે પૂર્વમાં એક વખત વર્લ્ડચેમ્પિયન અને બે વખત એશિયાની ચેમ્પિયન પણ રહી ચૂકી છે. 

લવલીનાથી ભારતને આશા હતી કારણ કે તે અગાઉ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. ટોક્યો ઓલિમ્પિકમાં લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સમયે લવલીના મેડલ જીતનાર એકમાત્ર મુક્કેબાજ ( બોક્સર ) હતી. 



Google NewsGoogle News