Paris Olympics : હોકી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી; બેડમિન્ટન, શૂટિંગ, બોક્સિંગ અને લોંગ જમ્પમાં ભારત બહાર
Paris Olympics 2025 Updates : પેરિસ ઓલમ્પિકમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. આજે નવામાં દિવસે પણ ભારતીયો છવાયા છે. ભારતીય ખેલાડીઓ આજે બેડમિન્ટન, હૉકી, બોક્સિંગ, શૂટિંગ જેવી ઘણી ઈવેન્ટ્સમાં દમદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી શૂટઆઉટ મેચમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. તો બીજીતરફ ભારતની ટોચની બૉક્સર લવલીના બોર્ગોહેઇન હાર થઈ છે. ત્યારે હવે તમામની નજર લક્ષય સેન પર રહેલી છે. હાલ બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેનની સેમિફાઇનલ મેચ શરૂ થઈ ગઈ છે. લક્ષ્યનો સામનો ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે થઈ રહ્યો છે. જો લક્ષ્ય સેન આ મેચ જીતી ગયો હોત તો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ જાત.
Paris Olympics 2025 Updates...
શૂટિંગ : મહેશ્વરી ચૌહાણ અને રાયઝા ધિલ્લોન પર ઓલિમ્પિકમાંથી બહાર
મહિલા સ્કીટ ફાઇનલમાં ભારતીય શૂટર્સ મહેશ્વરી ચૌહાણ અને રાયઝા ધિલ્લોનની પણ હાર થઈ છે. આ સાથે પેરિસ 2024માં ક્વોલિફિકેશન ઇવેન્ટમાં તેમના અભિયાનનો અંત આવ્યો છે. મહેશ્વરી પેરિસ ઓલિમ્પિકમાં ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી. જો કે તે 22/25થી ફાઈનલ રાઉન્ડ હારી ગઈ હતી. આ દરમિયાન તેણે 118/125 સાથે 14મો ક્રમ હાંસલ કર્યો હતો. જ્યારે રાયઝા ટોપ-20માં પણ સ્થાન હાંસલ કરી શકી નથી. તેણે 113/125ના સ્કોર સાથે 23મો ક્રમ હાંસલ કર્યો હતો.
બેડમિન્ટન : લક્ષ્ય સેનની નજર હવે બ્રોન્ઝ મેડલ
બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આવતીકાલે બ્રોન્ઝ મેડલના મુકાબલોમાં ભાગ લેશે. તેનો મુકાબલો વિશ્વમાં નંબર-સાત મલેશિયાની લી જી જિયા સાથે થશે. લક્ષ્ય સેને મલેશિયાના શટલર સામે પાંચમાંથી ચાર મેચ જીતી છે. બ્રોન્ઝ મેડલ મેચ પાંચ ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે.
બેડમિન્ટન : બ્રોન્ઝ માટે લક્ષ્યનો આ ખેલાડી સામે મેચ
બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સોમવારે (05 ઓગસ્ટ) બ્રોન્ઝ મેડલ મેચમાં વિશ્વમાં નંબર-7 મલેશિયાની લી જી જિયા સાથે ટક્કર થશે. લક્ષ્યે મલેશિયાના શટલર સામે પાંચમાંથી ચાર મેચ જીતી છે. બ્રોન્ઝ મેડલ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે.
બેડમિન્ટન : લક્ષ્ય સેન સેમીફાઈનલમાં હાર
બોક્સિંગ બાદ બેડમિન્ટનમાંથી પણ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે મેન્સ સિંગલ કેટેગરીની સેમિફાઇનલ મેચ હારી ગયો છે. લક્ષ્યે મેચની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ એક્સેલસેને બંને ગેમમાં ભારતીય ખેલાડીને હરાવ્યો છે. તેણે લક્ષ્યને 22-20, 21-14થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભલે લક્ષ્ય સેમિફાઇનલમાં ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શક્યો નથી, પરંતુ તેની પાસે હજી પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. લક્ષ્યનો બ્રોન્ઝ મેડલ માટે સાતમા ક્રમાંકિત મલેશિયાના જિયા જી લીનો મુકાબલો થશે.
લોંગ જમ્પર : ભારતીય ખેલાડી સેમિ ફાઈનલમાંથી બહાર
લોંગ જમ્પર ઈવેન્ટમાં ભારતીય ખેલાડી જેસવિન એન્ડ્રિન ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શક્યો ન હતો. એલ્ડ્રિનના પ્રથમ બે પ્રયાસો ફાઉલ ગયા હતા. લોંગ જમ્પરમાં ક્વોલિફાય થયા માટે 8.61 મીટર જરૂરી છે, જોકે તે માત્ર 7.61 મીટરનો જ જંપ લગાવી શકતા બહાર થઈ ગયો છે.
શૂટિંગ : ક્વોલિફિકેશન રાઉન્ડમાં વિજયવીર 5માં અને અનિસ 7માં ક્રમાંકે
પુરુષોની 25 મીટર રેપિડ ફાયર એર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં વિજયવીર સિદ્ધુની પ્રથમ તબક્કાની સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ છે. વિજયવીર 293ના કુલ સ્કોર સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. તેણે ત્રણ કેટેગરીમાં 98, 98 અને 97 પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે અનીસ ભાનવાલાએ 98, 98 અને 97 પોઈન્ટ મેળવીને કુલ 293 સ્કોર બનાવ્યો છે. સ્ટેજ એક બાદ 6 ખેલાડીઓ 293 પોઈન્ટ પર હતા. જે ખેલાડીએ 20થી વધુ પરફેક્ટર માર્યા, તેને સૌથી સારા પોઈન્ટ મળ્યા છે.
બેડમિન્ટન : લક્ષ્ય સેને પ્રથમ ગેમ ગુમાવી
લક્ષ્ય સેન બેડમિન્ટન મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં 22-20થી પ્રથમ ગેમ ગુમાવી છે. સેન ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમી રહ્યો છે. હવે જો લક્ષ્ય ફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેણે સતત 2 મેચ જીતવી પડશે.
બોક્સિંગ : બોક્સર લોવલિના હાર્યા બાદ બહાર થઇ
અગાઉ બોક્સિંગ તરફથી ભારત માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા હતા. ભારતીય સ્ટાર મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેન તેની ક્વાર્ટર ફાઈનલ મેચ હારી ગઈ છે. તેને ચીનની ખેલાડી લી ક્વિઆન દ્વારા 1-4થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
બેડમિન્ટન : લક્ષ્ય સેનની સેમિફાઇનલ મેચ શરૂ
બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેનની સેમિફાઇનલ મેચ શરૂ થઈ ગઈ છે. લક્ષ્યનો સામનો ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે થશે. જો લક્ષ્ય સેન આ મેચ જીતી જશે તો ભારતને નિશ્ચિત સિલ્વર મેડલ મળશે.
હોકી : ગોલકીપરનું ભાવુક નિવેદન
આજે હોકીમાં ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિજેતા બાદ ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશે કહ્યું, 'મેં મારી જાતને કહ્યું કે આ મારી છેલ્લી મેચ હોઈ શકે છે. અથવા જો હું (ગોલ) બચાવીશ તો મને વધુ 2 મેચ રમવા મળશે. હું આ મેચ જીતીને ખૂબ જ ખુશ છું.' નોંધનીય છેકે ભારતે શૂટઆઉટમાં 4-2થી મેચ જીતી લીધી હતી. શ્રીજેશની આ છેલ્લી ઓલિમ્પિક છે. તે પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે.
હોકી : બ્રિટનને હરાવી ભારતની સેમીફાઇનલમાં
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે આજે રમાયેલી શૂટઆઉટ મેચમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમની જીતનો હીરો પીઆર શ્રીજેશ રહ્યો હતો. કે જેણે શૂટઆઉટમાં બે શાનદાર ગોલ થતા બચાવ્યા હતા. શૂટઆઉટમાં પહેલા પ્રયાસ બ્રિટને કર્યો હતો. જે સફળ રહ્યો હતો. બ્રિટનનો બીજો પ્રયાસ પણ સફળ રહ્યો હતો. ત્યારબાદ સુખજીતે ગોલ કરીને ભારતને 2-2ની બરાબરી પર લાવી દીધું હતું. બ્રિટનના બાકીના બે પ્રયાસો નિરર્થક ગયા હતા. જ્યારે ભારતે આગામી બે પ્રયાસોને સફળ બનાવ્યા હતા. અને અંતે ભારતે 4-2થી આ મેચ પોતાના નામે કરી હતી.
બેડમિન્ટન : લક્ષ્ય અને એક્સેલસન વચ્ચેનો રેકોર્ડ
વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021 બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેનને ડેનમાર્કના ખેલાડી સામે અત્યાર સુધીમાં આઠ હારનો સામનો કરવો પડ્યો છે. તેણે 2022માં જર્મન ઓપનમાં માત્ર એક જ વાર એક્સેલસનને હરાવ્યો હતો. જો કે 22 વર્ષીય સેને તેના કરતા ટોચનું ક્રમ ધરાવતા ખેલાડીઓ સામે સારું પ્રદર્શન કર્યું છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં જ તેણે ગ્રૂપ સ્ટેજમાં વિશ્વના ચોથા નંબરના જોનાથન ક્રિસ્ટીને અને ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના નંબર 11 ચાઉને હરાવીને મોટી સફળતા મેળવી છે. એક્સેલસેને આ સિઝનમાં માત્ર એક જ ટાઇટલ મલેશિયા માસ્ટર્સ જીત્યું છે.
બોક્સિંગ : ક્વાર્ટર ફાઇનલમાં લવલીનાનો પરાજય
ભારતને બોક્સિંગમાં ભારતને નિરાશા હાથ લાગી છે. સ્ટાર મહિલા બોક્સર લવલીના બોરગોહેન ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીની ખેલાડી લિ કિયાન સામે 1-4થી હારી ગઈ છે. મહિલાઓના 69 કિલો કેટેગરીમાં લવલીનાએ પેરિસ ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ વખતે 75 કિલો પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હતો.