Paris Olympics 2024: મનુ ભાકર ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી ગઈ, ફાઈનલમાં ચોથા સ્થાને રહી

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Paris Olympics 2024: મનુ ભાકર ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી ગઈ, ફાઈનલમાં ચોથા સ્થાને રહી 1 - image


Manu Bhaker Paris Olympics 2024 :  પેરિસ ઓલિમ્પિકમાં આજે (03 ઓગસ્ટ) મનુ ભાકર પાસે ગોલ્ડ મેડલ જીતવાની આશા હતી. જો કે ફાઈનલમાં તે સતત ત્રીજુ મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. મહિલાઓની 25 મીટર પિસ્ટલની ફાઇનલમાં ચોથા સ્થાને રહી હતી. ફાઈનલમાં મેડલ ન જીતવા પર ભારતીય ફેન્સને નિરાશા હાથ લાગી હતી. જો કે ભારતીય દીકરીના અત્યાર સુધીના પ્રદર્શન પર દેશવાસીઓને ગર્વ છે. 

ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા

અગાઉ મનુ ભાકરે વ્યક્તિગત 10 મીટર એર પિસ્ટલમાં કાંસ્ય(Bronze) મેડલ જીત્યો હતો. અને ત્યારબાદ શૂટર શરબજોત સિંહ સાથે મળીને મિશ્ર ટીમ કેટેગરીમાં પણ કાંસ્ય મેડલ જીતી ચૂકી છે. મનુ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. પેરિસ ઓલિમ્પિકનો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. મનુ ભાકરે શૂટિંગમાં પોતાનો જાદુ બતાવ્યો હતો. જ્યારે બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. મેન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં હરાવ્યું હતું. જોકે, અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા તીરંદાજીમાં મેડલ જીતવામાંથી ચૂકી ગયા હતા.

આ પણ વાંચો : કોણ છે 22 વર્ષીય શૂટર મનુ ભાકર, ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા

ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા

પેરિસ ઓલિમ્પિકનો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. મનુ ભાકરે શૂટિંગમાં પોતાનો જાદુ બતાવ્યો હતો. જ્યારે બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. મેન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં હરાવ્યું હતું. જોકે, અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા તીરંદાજીમાં મેડલ જીતવામાંથી ચૂકી ગયા હતા. 

Paris Olympics 2024: મનુ ભાકર ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી ગઈ, ફાઈનલમાં ચોથા સ્થાને રહી 2 - image


Google NewsGoogle News