Get The App

પેરિસથી દુઃખદ સમાચારઃ ભારતીય ગોલ્ફરની કારને અકસ્માત, સાતમીથી શરૂ થવાની છે મેચ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
પેરિસથી દુઃખદ સમાચારઃ ભારતીય ગોલ્ફરની કારને અકસ્માત, સાતમીથી શરૂ થવાની છે મેચ 1 - image


Diksha Dagar Accident : પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024)માં આજથી ભારતીય ગોલ્ફરોની મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચ પહેલા ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરની કારને અકસ્માત નડ્યો છે. અહેવાલો મુજબ આ અકસ્માતમાં દીક્ષા ડાગરના માતાને વધુ ઈજા થઈ છે, જ્યારે દીક્ષા બિલકુલ ઠીક છે અને તે મેચ રમવા તૈયાર છે. ઓલિમ્પિકમાં આજથી 10 દિવસ એટલે 10 ઓગસ્ટ સુધી ભારતીય ગોલ્ફરોની મેચ રમાવાની છે, જ્યારે દીક્ષા ડાગરની સાતમી ઓગસ્ટે ગોલ્ફ મેચ છે. આ મેચ પણ તે રમશે એવા અહેવાલો છે. જો કે મેચ પહેલા જ તેના માતા ઈજાગ્રસ્ત થતા દીક્ષા ડાગરના ચાહકો ચિંતિત છે.

ગોલ્ફ ઈવેન્ટમાં ભાગ લે તે પહેલા જ ડાગરનો અકસ્માત

હાલ પેરિસ ઓલિમ્પિક હેઠળના ગોલ્ફ ઈવેન્ટમાં ભારતના ચાર ગોલ્ફર (Indian Golfers) દીક્ષા ડાગર (Diksha Dagar), અદિતિ અશોક (Aditi Ashok), શુભંકર વર્મા (Shubhankar Sharma) અને ગગનજીત ભુલ્લર (Gaganjeet Bhullar) સામેલ છે. આ ચારેય ગોલ્ફરો પેરિસના ગુયાનકોર્ટમાં ગોલ્ફમાં ભાગ લેવાના છે. આ ટુર્નામેન્ટમાં 60 પુરુષ અને 60 મહિલા ખેલાડીઓ સહિત કુલ 120 ગોલ્ફ ખેલાડીઓ, એક્શનમાં જોવા મળવા છે, ત્યારે આ ટુર્નામેન્ટ પહેલા દીક્ષા ડાગરના કાર અકસ્માતનો અહેવાલો સામે આવ્યા છે.

આ પણ વાંચો : ધોની IPLમાંથી નિવૃત્ત થવા શેની રાહ જોઈ રહ્યો છે? જુઓ દિગ્ગજ ક્રિકેટરે કેવી મોટી વાત કહી દીધી

પહેલીથી 10 ઓગસ્ટ સુધી યોજાશે ગોલ્ફ ઈવેન્ટ

પેરિસ ઓલિમ્પિક હેઠળ આજથી ગોલ્ફ ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે, જે આગામી 10 ઓગસ્ટ સુધી યોજાશે. એકથી ચાર ઓગસ્ટ ચાર રાઉન્ડમાં પુરુષોની મેચ રમાશે, જ્યારે ત્યારબાદ સાતમી ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ચાર રાઉન્ડમાં મહિલાઓની મેચો રમાશે. આ મેચોમાં દિશા ડાગરની મેચોનો પણ સમાવેશ થાય છે.

ડાગરે અગાઉ ગોલ્ડ મેડલ જીત્યો હતો

ડાગરે અગાઉ ડેફલિમ્પિક્સની બે ઈવેન્ટમાં ભાગ લીધો હતો. હરિયાણામાં જન્મેલી ગોલ્ફર ડાગરે વર્ષ 2022માં ફાઇનલમાં યુએસએની એશલિન ગ્રેસને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ડેફલિમ્પિક્સમાં ભાગ લેનાર ડાગર ભારતની પ્રથમ ખેલાડી હતી.

આ પણ વાંચો : ભલે રજા પર જાઓ પણ આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે: ખેલાડીઓને ગંભીરની ચેતવણી, શું હાર્દિક રમશે ટેસ્ટ સીરિઝ?


Google NewsGoogle News