Get The App

પેરિસ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ઈમાન ખલીફ મહિલા નહીં, પુરુષ છે: મેડિકલ રિપોર્ટ લીક થતાં ખળભળાટ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
પેરિસ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ઈમાન ખલીફ મહિલા નહીં, પુરુષ છે: મેડિકલ રિપોર્ટ લીક થતાં ખળભળાટ 1 - image


Imane Khelif's Medical Report Leaked : પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ગોલ્ડ મેડલ જીતનારી અલ્જિરિયાની 25 વર્ષીય મહિલા બોક્સર ઈમાન ખલીફ એક નવા વિવાદમાં ફસાઈ ગઈ છે. તાજેતરના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ઈમાન ખલીફ જૈવિક રીતે સ્ત્રી નથી. અને ઈમાન ખલીફનો જન્મ 'અંડકોષ' અને 'માઈક્રોસ્કોપિક પેનિસ' સાથે થયો હતો.  

બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

અહીં તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ઈમાન ખલીફના લિંગને લઈને ભારે વિવાદ થયો હતો. તેની વિરોધી બોક્સરે એમ કહીને મેદાન છોડી દીધું હતું કે, તેના મુક્કા પુરુષો જેવા છે. આ પછી ઈમાને પેરિસ ઓલિમ્પિક્સમાં 66 કિગ્રા કેટેગરીમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ફ્રેન્ચ પત્રકારે લીક કર્યો રિપોર્ટ 

તાજેતરમાં ઇમાન ખલીફનો મેડિકલ રિપોર્ટ લીક થયો છે. જે જૂન 2023નો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મેડિકલ રિપોર્ટ પેરિસની ક્રેમલિન-બિસેત્રે હોસ્પિટલ અને અલ્જિયર્સની મોહમ્મદ લેમિન ડેબાધિન હોસ્પિટલના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ એક ફ્રેન્ચ પત્રકારે લીક કર્યો છે. 

આ પણ વાંચો : VIDEO : લાઈવ મેચ દરમિયાન ખેલાડીઓ પર વીજળી પડી, એકનું મોત, અનેક દાઝ્યા

શરીરમાં XY રંગસૂત્ર

આ રિપોર્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, ઈમાન ખલીફના શરીરમાં XY રંગસૂત્રો છે. અને તે જૈવિક રીતે પુરુષ છે. તેમની અંદર કોઈ ગર્ભાશય નથી, જે સ્ત્રીઓમાં હોય છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ખલીફ 5-આલ્ફા રીડક્ટેઝની ઉણપથી પીડાઈ રહી છે. જે માત્ર જૈવિક પુરુષોમાં જોવા મળતા જાતીય વિકાસની વિકૃતિ છે.

અગાઉ ઇમાનને પુરુષ તરીકે માન્યતા અપાઈ હતી

માર્ચ 2023માં ઇમાન ખલિફને ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન(IBA) દ્વારા જૈવિક રીતે પુરુષ તરીકે માન્યતા આપી હતી. આ કારણથી તેના પર મહિલા ચેમ્પિયનશીપમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પ્રતિબંધ છતાં ઓલિમ્પિક્સમાં રમવાની તક મળી

IBA દ્વારા પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં ઈમાન ખલીફને પેરિસ ઓલિમ્પિક્સમાં રમવાની તક મળી હતી. કારણ કે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી(IOC) માત્ર કાનૂની દસ્તાવેજોને ધ્યાનમાં લે છે. આ અંતર્ગત ખલીફાના દસ્તાવેજ પર સ્ત્રી લખવામાં આવેલું હતું. જો કે, IOCના આ નિયમની ઘણી ટીકા થઈ હતી.

પેરિસ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ઈમાન ખલીફ મહિલા નહીં, પુરુષ છે: મેડિકલ રિપોર્ટ લીક થતાં ખળભળાટ 2 - image


Google NewsGoogle News