Olympics 2024: હોકી સેમિ ફાઇનલમાં ભારતની જર્મની સામે હાર, બ્રોન્ઝ માટે આશા યથાવત્

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
Olympics 2024: હોકી સેમિ ફાઇનલમાં ભારતની જર્મની સામે હાર, બ્રોન્ઝ માટે આશા યથાવત્ 1 - image



Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતીય હોકી ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, સેમિ ફાઇનલ મેચમાં ભારત જર્મની સામે 3-2થી હારતાં ભારતનું હોકીમાં ગોલ્ડ કે સિલ્વર મેડલ મેળવવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું છે. જો કે ભારત માટે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેલી છે. ભારત હવે સ્પેન સામે બ્રોન્ઝ માટે ટકરાશે. ભારતને હરાવી જર્મનીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આગામી ફાઈનલ મેચમાં જર્મની નેધરલેન્ડ્સ સાથે ટકરાશે.

ભારત અને જર્મની વચ્ચે રમાયેલી સેમિ ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી. બંને ટીમોએ એકબીજાને સખત ટક્કર આપી હતી. પ્રથમ કવાર્ટરમાં ભારતે 1-0થી લીડ મેળવી હતી, ત્યાર બાદ બીજા ક્વાર્ટરમાં જર્મનીએ 2-0થી લીડ મેળવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે 2-2 કરી વાપસી કરી હતી, પરંતુ ચોથો ક્વાર્ટર ભારત માટે નિરાશાજનક રહ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં જર્મનીએ 3-2થી લીડ મેળવી ભારતને પરાજય આપ્યો હતો.

ભારતે હોકીમાં અત્યાર સુધીમાં કુલ 12 મેડલ જીત્યા

હવે 6 ઓગસ્ટે ભારતીય ટીમ સેમિ ફાઇનલ મેચમાં જર્મની સામે ટકરાશે. જર્મનીએ ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાને 3-2થી હરાવ્યું હતું. પહેલી સેમિ ફાઇનલમાં સ્પેનનો સામનો નેધરલેન્ડ સામે થશે. 44 વર્ષ પછી આવો સંયોગ બન્યો છે કે' જ્યારે બેલ્જિયમ કે ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ સેમિ ફાઈનલમાં નહીં હોય. અગાઉ વર્ષ 1980માં મોસ્કો ઓલિમ્પિકસમાં આવું થયું હતું. તે સમયે ઓસ્ટ્રેલિયાએ ઓલિમ્પિકસનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે બેલ્જિયમની ટીમ હોકી ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઇ શકી ન હતી. 1980ના ઓલિમ્પિકસમાં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય હોકી ટીમે અત્યાર સુધીમાં કુલ 12 ઓલિમ્પિકસ મેડલ જીત્યા છે - જેમાં 8 ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

નેધરલેન્ડ્સની ફાઈનલમાં એન્ટ્રી, સ્પેનની શરમજનક હાર

ભારત અને જર્મનીની હોકી મેચ પહેલા નેધરલેન્ડ્સ અને સ્પેન વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં નેધરલેન્ડે સ્પેનને 4-0થી શરમજનક પરાજય આપ્યો છે. જોકે સ્પેન પાસે હજુ પણ બ્રોઝ મેડલ જીતવાની તક છે. હોકીની ફાઈનલ મેચ આઠમી ઓગસ્ટે ગુરુવારે રમાવાની છે, જેમાં હવે નેધરલેન્ડ્સનો મુકાબલો જર્મની સાથે થશે.

પેરિસ ઓલિમ્પિકસ 2024 માટે ભારતીય હોકી ટીમ

ગોલકીપર: પી આર શ્રીજેશ.

ડિફેન્ડર્સઃ જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ, સુમિત, સંજય.

મિડફિલ્ડરઃ રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ.

ફોરવર્ડઃ અભિષેક, સુખજિત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ, ગુરજંત સિંહ.

વૈકલ્પિક ખેલાડીઓ: નીલકાંત શર્મા, જુગરાજ સિંહ, કૃષ્ણ બહાદુર પાઠક.


Google NewsGoogle News