Get The App

43 બોલમાં 88 રન ફટકાર્યા, દિલ્હીને મેચ જીતાડી પછી પંતે માફી માંગીને જીત્યું દિલ, જાણો કેમ

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
43 બોલમાં 88 રન ફટકાર્યા, દિલ્હીને મેચ જીતાડી પછી પંતે માફી માંગીને જીત્યું દિલ, જાણો કેમ 1 - image


Image: Facebook

Rishabh Pant: IPL 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમ વધુ એક મેચ જીતી ગઈ છે. 24 એપ્રિલે રમાયેલી મેચમાં દિલ્હીએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટથી હરાવી દીધું. મેચમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે કમાલની બેટિંગ કરી. પંતે લગભગ 43 બોલ પર 88 રન ફટકાર્યા. શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો. તેમ છતાં મેચ દરમિયાન એક એવી ઘટના ઘટી જેના કારણે પંતને માફી માગવી પડી.

પંતે પોતાની ધૂઆંધાર ઈનિંગ દરમિયાન ખૂબ ચોગ્ગા માર્યાં. વિકેટકીપર બેટરે 5 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યાં. આ દરમિયાન પંતનો એક શોટ કેમેરામેનને વાગી ગયો. આ ઘટના દિલ્હીની ઈનિંગની 16મી ઓવરમાં ઘટી. મોહિત શર્મા તરફથી નાખવામાં આવેલા ઓવરના પહેલા બોલ પર પંતે હેલીકોપ્ટર શોટ ફટકાર્યો. બોલ મિડવિકેટની તરફ બાઉન્ડ્રીની બહાર જતો રહો. જોકે આ બોલ સીધો જઈને કેમેરામેનને વાગ્યો. જેના કારણે તે ઘાયલ થઈ ગયો.

મેચ બાદ IPL ના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો. જેમાં પંત ટીમના કોચ રિકી પોન્ટિંગની સાથે નજર આવ્યો. આ દરમિયાન પંતે કેમેરામેનની માફી માગી અને તેમની ઝડપથી સાજા થવાની દુઆ કરી. પંતે કહ્યું, ''સોરી, દેવાશીષ ભાઈ. મારો ઈરાદો તમને ઈજા પહોંચાડવાનો નહોતો. હું આશા કરું છું કે તમે ઝડપથી સાજા થઈ જાવ. ગુડ લક.''


Google NewsGoogle News