પાકિસ્તાનનો સ્ટાર બેટર 616 દિવસથી ફ્લોપ, ટીમથી બહાર ફેંકાવાનું જોખમ, ફોર્મમાં જ નથી

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનનો સ્ટાર બેટર 616 દિવસથી ફ્લોપ, ટીમથી બહાર ફેંકાવાનું જોખમ, ફોર્મમાં જ નથી 1 - image

Pakistan Cricket Team, Babar Azam: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. આ સીરિઝમાં પાકિસ્તાની ટીમ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. બીજી મેચમાં પણ પાકિસ્તાનના સ્ટાર બેટર બાબર આઝમે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. બાબર બીજી ઇનિંગમાં માત્ર 11 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ઝડપી બોલર નાહિદ રાણાએ બાબરને આઉટ કર્યો હતો.

આ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બાબરે 31 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના શાકિબ અલ હસને તેણે એલબીડબલ્યુ કરી આઉટ કર્યો હતો. પહેલી ટેસ્ટ મેચમાં પણ બાબરે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. બાબરે પહેલી ઇનિંગ્સમાં 0 રન અને બીજી ઇનિંગ્સમાં 22 રન કરી આઉટ થઇ ગયો હતો.

છેલ્લી 16 ટેસ્ટ મેચમાં બાબર એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. બાબરે છેલ્લે ટેસ્ટમાં 50થી વધારેનો સ્કોર ડિસેમ્બર 2022માં કર્યો હતો, ત્યારે તેણે કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામે 161 રનની ઇનિંગ રમી હતી. ત્યારથી બાબરનું બેટ શાંત જ છે. બાબર 16 ઇનિંગ્સમાં 331 રન જ બનાવી શક્યો છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 20.68 રહી હતી. અને તેનો શ્રેષ્ઠ સ્કોર 41 રન રહ્યો હતો. બાબર 616 દિવસથી ટેસ્ટ ક્રિકેટમાં એકપણ અડધી સદીની ઇનિંગ રમી શક્યો નથી.

આ પણ વાંચો: ટ્રેન દુર્ઘટનામાં ગુમાવ્યા પગ, મહિનાઓ સુધી પથારીમાં રહ્યો... હવે ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ કર્યું રોશન

તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) ટીમના પ્રદર્શનમાં સુધારો લાવવા માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની મદદ લેશે. જેનો ઉપયોગ કરીને ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવશે. આ આખો પ્લાન પીસીબીના ચેરમેન મોહસિન નકવીનો છે. બાબર જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તેને જોતા તે ટીમમાંથી બહાર થઇ શકે છે.

પાકિસ્તાનનો સ્ટાર બેટર 616 દિવસથી ફ્લોપ, ટીમથી બહાર ફેંકાવાનું જોખમ, ફોર્મમાં જ નથી 2 - image


Google NewsGoogle News