Get The App

પાકિસ્તાની ખેલાડીએ PCB પર લગાવ્યો મોટો આરોપ, ચેમ્પિયન્સ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
પાકિસ્તાની ખેલાડીએ PCB પર લગાવ્યો મોટો આરોપ, ચેમ્પિયન્સ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું 1 - image


Ahmed Shehzad: T20 વર્લ્ડ કપ 2024માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં કોઈ સુધારો થયો નથી, જેમાં તેને બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન અને લાંબા સમયથી ટીમની બહાર રહેલા અહેમદ શહેઝાદે પાકિસ્તાની ટીમના પ્રદર્શનની આકરી ટીકા કરી હતી, તેણે પીસીબીની પણ આકરી ટીકા કરી હતી. 

હવે શહઝાદે પાકિસ્તાનમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ચેમ્પિયન્સ કપમાં રમવાનો ઇનકાર કરી દીધો છે, જેમાં તેણે PCBને પણ આડે હાથ લીધું છે અને આ ટૂર્નામેન્ટ માટે જાહેર કરાયેલા 5 મેન્ટર્સ વિશે મોટી વાત કહી છે.

હું ખોટા વચનો અને અન્યાયને બિલકુલ સ્વીકારતો નથી

અહેમદ શહઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચેમ્પિયન્સ કપમાં ન રમવાના નિર્ણય વિશે માહિતી આપી હતી જેમાં તેણે ટ્વીટ કરતાં લખ્યુ કે, મેં 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ચેમ્પિયન્સ કપમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. PCB દ્વારા ડોમેસ્ટિક લેવલ પર રમી રહેલા ખેલાડીઓ સાથે કરવામાં આવતા ભેદભાવ અને અન્યાયને હું સહન કરી શકતો નથી. એક તરફ પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને છે અને દેશમાં ગરીબી સતત વધી રહી છે, તો બીજી તરફ પીસીબી એવા 5 મેન્ટર્સ પર લાખો રૂપિયા વેડફી રહી છે જેઓ રમત માટે કંઈ કરતા નથી અને એવા ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે જેમણે સારુ પ્રદર્શન કર્યું જ ન હોય.

આ ટ્વીટમાં અહેમદ શહઝાદે આગળ લખ્યું કે, જ્યારે પીસીબીએ પહેલા મેજર સર્જરીની વાત કરી હતી, હવે તેઓએ કહ્યું છે કે, તેમની પાસે સર્જરી માટે કોઈ સાધન નથી, જે ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા ખેલાડીઓનું અપમાન કરે છે. હું આવા નિવેદનોને બિલકુલ સમર્થન આપતો નથી એટલા માટે હું આ ટુર્નામેન્ટમાં નથી રમી રહ્યો જ્યાં તમારી ક્ષમતાની કોઈ કિંમત નથી. 

મહત્વનું છેકે, અહેમદ શહઝાદે અત્યાર સુધી 13 ટેસ્ટ, 81 વનડે અને 59 ટી-20 મેચ રમી છે, જેમાં તેણે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ વર્ષ 2017માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.


Google NewsGoogle News