Get The App

‘આ તો કંઈ ક્રિકેટ ટીમ કહેવાય, ક્યારેય નથી જોઈ આવી...’, પાકિસ્તાનના કોચનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
Gary Kirsten On Team Performance


Pakistan's Coach Gary Kirsten On Team Performance: T20 વર્લ્ડકપ-2024 પહેલા ગેરી કર્સ્ટન પાકિસ્તાનની ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા હતા. તેમનાં નેતૃત્વમાં પાકિસ્તાની ટીમ સુપર-8માં પણ સ્થાન મેળવી શકી ન હતી. અને સમગ્ર T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કર્સ્ટને ટીમની ફિટનેસ અને ટેલેન્ટ ઉપર જ સવાલ કરી દીધા છે. ટીમમાં ખેલાડીઓ વચ્ચે એકતાનો અભાવ હોવાનું પણ તેમને કહ્યું હતું. કર્સ્ટનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા વસીમ અકરમે દાવો કર્યો હતો કે બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ છે. પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં 4માંથી 2 મેચો જ જીતી શક્યું હતું. ભારત અને એમેરિકા સામે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમમાં એકતાનો અભાવ

મીડિયા અહેવાલ અનુસાર ગેરી કર્સ્ટને T20 વર્લ્ડ કપમાં ટીમના નબળા પ્રદર્શનને લઈને ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. કર્સ્ટને જણાવ્યું હતું કે, તેઓ જ્યારથી ટીમ સાથે જોડાયા છે ત્યારથી ખેલાડીઓમાં એકતાનો અભાવ જોઈ રહ્યા છે. તેઓ એકબીજાને સપોર્ટ નથી કરી રહ્યા. કોચે આગળ કહ્યું, તેઓએ ઘણી ટીમ સાથે કામ કર્યુ છે. પરંતુ ક્યારેય ખેલાડીઓમાં એકતાનો અભાવ જોયો નથી. પાકિસ્તાની ટીમનું ફિટનેસનું સ્તર ખુબ નબળું છે. 

કોઈને કઈ જાણ નથી

ગેરી કર્સ્ટને પાકિસ્તાની ટીમના પ્રદર્શન પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું, ખેલાડીઓ ઘણાં વર્ષોથી ક્રિકેટ રમી રહ્યા છે. હજુ પણ તેઓ જાણતા નથી કે કયો શોટ ક્યારે રમવો જોઈએ. કર્સ્ટને સ્પષ્ટ જણાવ્યું કહ્યું, જો કોઇપણ ખેલાડી નક્કી કરાયેલા માપદંડોને પૂર્ણ કરશે તો જ ટીમમાં સ્થાન મળશે. અથવા તેમને ટીમમાંથી બહાર કરી દેવાશે.


Google NewsGoogle News