Get The App

અંગ્રેજીમાં સવાલ પૂછી લઈશ તો ફાંફા થઈ જશે...' હરભજન સિંહે પાકિસ્તાની ટ્રોલરને ભણાવ્યો બોધપાઠ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
Harbhajan Singh


Harbhajan Singh: આ દિવસોમાં હરભજન સિંહ પાકિસ્તાની ક્રિકેટ ફેન્સની વાહિયાત પોસ્ટનો આડેધડ જવાબ આપી રહ્યો છે.  તાજેતરમાં, જ્યારે એક પાકિસ્તાની પત્રકારે એમએસ ધોનીની મોહમ્મદ રિઝવાન સાથે સરખામણી કરી હતી, ત્યારે ભજ્જીએ તેને આડે હાથ લીધો હતો, હવે તેણે ઈરફાન પઠાણને ટ્રોલ કરી રહેલા પાકિસ્તાની ફેનની ટીકા કરી છે. ભજ્જીએ આ ફેનને એવો જવાબ આપ્યો છે કે વાંચીને ભાગ્યે જ કોઈ પાકિસ્તાની ફેન આવું કરવાની હિંમત કરશે.

પાકિસ્તાની ક્રિકેટ ફેનની વાહિયાત પોસ્ટ

બાબર આઝમ વર્લ્ડ નામના 'X' એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બાબર આઝમ મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં જતા જોવા મળે છે. આ વીડિયોની લખવામાં આવ્યું છે કે, 'જ્યારે ઈરફાન પઠાણે બાબર આઝમને ઈન્ટરવ્યૂ માટે વિનંતી કરી અને તેણે ના પાડી દીધી.' જો કે આ વીડિયોમાં ઈરફાન પઠાણ ક્યાંય દેખાતા નથી.

ભજ્જીએ પાકિસ્તાની ક્રિકેટ ફેનને આડે હાથ લીધો

હરભજન સિંહે આ પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું, 'આ વીડિયોમાં ઈરફાન પઠાણ ક્યાં છે? તમારા લોકોમાં પહેલાથી જ બોલવાની રીતભાત નહોતી. શું તમે હવે તમારી આંખોથી જોવાનું પણ બંધ કરી દીધું છે? જો અંગ્રેજીમાં સવાલ પૂછી લઈશ તો ફાંફા થઈ જશે'

ઘણા લોકો હરભજન સિંહની આ કોમેન્ટનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો અભિપ્રાય આપી રહ્યા છે કે તેમના જેવા પ્રખ્યાત ખેલાડીઓએ આવા જવાબો ન આપવા જોઈએ.

આ પણ વાંચો: 'હિટમેન' એ પાતળું દેખાવા એવું કંઇક કર્યું કે હોબાળો મચી ગયો! ફેન્સ દ્વારા ટ્રોલ થતાં પોસ્ટ ડિલીટ કરી

જો કે પાકિસ્તાન અને ભારતના ફેન વચ્ચે આ શાબ્દિકયુદ્ધ વર્ષો જૂનું છે. ક્રિકેટ પ્રેમીઓ ઘણીવાર પોતપોતાના ખેલાડીઓ વિશે દલીલ કરે છે, પરંતુ હવે સોશિયલ મીડિયાના કારણે ટ્રોલિંગ ખૂબ વધી ગયું છે. આવી સ્થિતિમાં ઘણી વખત સિનિયર ક્રિકેટરો પણ ગુસ્સોમાં જવાબ આપવાનું શરૂ કરી દે છે.

અંગ્રેજીમાં સવાલ પૂછી લઈશ તો ફાંફા થઈ જશે...' હરભજન સિંહે પાકિસ્તાની ટ્રોલરને ભણાવ્યો બોધપાઠ 2 - image



Google NewsGoogle News