પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી, આ સ્ટાર ખેલાડી પર 4 વર્ષનો પ્રતિબંધ, મેડલ પણ પાછું લેવાયું, જાણો કારણ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી, આ સ્ટાર ખેલાડી પર 4 વર્ષનો પ્રતિબંધ, મેડલ પણ પાછું લેવાયું, જાણો કારણ 1 - image

Pakistani Wrestler Ali Asad Was Banned For Four Years: આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ફરી એકવાર ફજેતી થઇ છે. પાકિસ્તાનના રેસલર અલી અસદ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય તેને કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા બ્રોન્ઝ મેડલને પણ છીનવી લેવામાં આવ્યો છે.

પાકિસ્તાને રેસલર અલી અસદ પર ડ્રગ્સના સેવન માટે ચાર વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ વાતની પુષ્ટિ કરતા પાકિસ્તાન રેસલિંગ ફેડરેશને કહ્યું કે અસદ પર માત્ર ચાર વર્ષ માટે પ્રતિબંધ જ નથી મુકવામાં આવ્યો પરંતુ તેનો બ્રોન્ઝ મેડલ પણ છીનવી લેવામાં આવ્યો છે, જે તેણે 2022માં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો હતો.

આ પણ વાંચો: બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, 22 વર્ષ બાદ પાકિસ્તાન સામે તેમના ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ જીતી

આ બાબતે ફેડરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA)ની તપાસમાં સામે આવ્યું છે કે તેણે કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પોતાનું પરફોર્મન્સ વધારવા માટે ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ મામલે આઇટીએની તપાસ બાદ આ અઠવાડિયે અસદ પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદવાનો અને તેણે કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા મેડલને છીનવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


Google NewsGoogle News