Get The App

પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમે પણ બનાવ્યો શરમજનક રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા સામે થયો કારમો પરાજય

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમે પણ બનાવ્યો શરમજનક રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા સામે થયો કારમો પરાજય 1 - image

Women T20 World Cup 2024, PAK Vs AUS : 11 ઓક્ટોબર પાકિસ્તાન મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી શરમજનક દિવસ રહ્યો હતો. કારણ કે પહેલા ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં પુરૂષ ટીમને એક ઇનિંગ અને 47 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી હવે પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમ UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ 9 વિકેટે હારી ગઈ હતી. 

છેલ્લી સતત 2 મેચમાં ટીમની હાર

આ મેચમાં મળેલી હાર સાથે પાકિસ્તાની મહિલા ટીમના નામે એક શરમજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો હતો. T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ સારી હતી. જેમાં તેણે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું, પરંતુ ત્યાર બાદ છેલ્લી સતત 2 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પાકિસ્તાની મહિલા ટીમે એવો રેકોર્ડ બનાવ્યો જે આ પહેલા કોઈ ટીમના નામે નથી.

82 રનના સ્કોર પર પૂરી ટીમ સમેટાઈ ગઈ

T20 વર્લ્ડકપ 2024ના ગ્રૂપપ Aની મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાકિસ્તાની મહિલા ટીમે પહેલા બેટિંગ કરતા 82 રનના સ્કોર પર પૂરી સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાની ટીમે પહેલી 6 ઓવરમાં માત્ર 23 રન બનાવી 2 વિકેટ પણ ગુમાવી દીધી હતી. આ દરમિયાન પાકિસ્તાની મહિલા ટીમે એક પણ ચોગ્ગો ફટકાર્યો ન હતો. 

પાકિસ્તાની મહિલા ટીમે બનાવ્યો શરમજનક રેકોર્ડ

T20Iમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કોઈ ટીમ પહેલી 6 ઓવરમાં કોઈપણ ચોગ્ગો ફટકારવામાં સફળ રહી ન હતી. આ સાથે જ પાકિસ્તાની મહિલા ટીમે એક શરમજનક રેકોર્ડ બનાવી દીધો હતો. આ મેચમાં પાકિસ્તાની મહિલા ટીમ તેની કેપ્ટન ફાતિમા સના વિના મેદાનમાં રમવા ઉતરી હતી. મુનીબા અલીએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી. આ મેચમાં પાકિસ્તાન તેનો પહેલો ચોગ્ગો 9મી ઓવરમાં ફટકારવામાં સફળ રહ્યું હતું. આ સિવાય પાકિસ્તાની ટીમે આખી ઇનિંગ દરમિયાન માત્ર 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો : PAK vs ENG : 147 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આટલી શરમજનક હાર, ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ધૂળ ચટાડી, રેકૉર્ડ્સ તૂટ્યાં

ભારત સેમિ ફાઇનલમાં પહોંચવા માટે આ ટીમ સાથે ટકરાશે  

ગ્રુપ Aમાં પાકિસ્તાન સામે 9 વિકેટથી મળેલી એકતરફી જીતથી હવે ઓસ્ટ્રેલિયન ટીમે સેમિ  ફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. ઓસ્ટ્રેલિયન ટીમે રમેલી 3 મેચમાંથી તમામ મેચમાં જીત મેળવી હતી. તેની સાથે ટીમ ગ્રુપ Aના ટેબલ પોઈન્ટમાં પહેલા સ્થાને છે. આગ્રુપમાંભારત બીજા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. આ બંને ટીમ વચ્ચે હવે સેમિ ફાઇનલમાં પહોંચવા માટે રોમાંચક ટક્કર થશે.


Google NewsGoogle News