ટી20 વર્લ્ડકપમાં ભારત માટે ખતરો બનશે પાકિસ્તાની ટીમ! હરભજન સિંહે આ કારણ સાથે કર્યો દાવો
Image: Facebook
T20 World Cup 2024: પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહના જણાવ્યા અનુસાર ભારત માટે આ એક મુશ્કેલ સમય હશે જ્યારે તે આગામી ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનનો સામનો કરશે, કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર બંને દેશ એકબીજા વિરુદ્ધ વધુ રમતા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કના નવનિર્મિત નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થનારા હાઈપ્રોફાઈલ 2024 ટી20 વર્લ્ડ કપ મેચમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે.
ભારત માટે જોખમ બનશે PAK ટીમ
ટી20 વર્લ્ડ કપમાં આ બંને ટીમની વચ્ચે 7 મેચમાં ભારત 6 વખત જીત્યું છે. ટી20 વર્લ્ડ કપમાં છેલ્લી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે બંને ટીમનો સામનો ઓક્ટોબર 2022માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર થયો હતો. આ મેચમાં વિરાટ કોહલીની 82 રનની ઈનિંગે ભારતને પાકિસ્તાન પર ચાર વિકેટથી રોમાંચક જીત અપાવવામાં મદદ કરી હતી. હરભજન સિંહે કહ્યું, પાકિસ્તાન સામે રમવું હંમેશા મુશ્કેલ હોય છે કેમ કે બંને દેશ એકબીજા સામે રમતા નથી. અમે તેમના મજબૂત અને કમજોર પક્ષ વિશે વધુ જાણતા નથી પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ દરેક ખેલાડી અને તેમના મજબૂત ખેલાડીઓ અને કમજોર વિસ્તાર પર નજર રાખે છે.
હરભજને જણાવ્યું મોટું કારણ
હરભજને કહ્યું, 'બોલિંગ વિભાગમાં પણ પાકિસ્તાનના બોલર પોતાને માનસિક અને શારીરિક રીતે મજબૂત રાખે છે. ભારતીય ટીમ આ પાસાને ધ્યાનમાં રાખશે. આ બાબતો ત્યારે સામે આવશે જ્યારે બંને પક્ષ મેદાન પર લડશે.' પાકિસ્તાનના પ્રદર્શનની સાથે-સાથે ન્યૂયોર્કની પિચ કેવો વ્યવહાર કરશે, એ પણ ભારત માટે એક પડકાર છે, પરંતુ હરભજનનું માનવું છે કે ભારતીય ટીમને પોતાની રમત વિશે વધુ જાગૃત થવા અને મેદાની પરિસ્થિતિઓના આધારે નિર્ણય લેવાનું મહત્વનું હશે.
મેચમાં મોટા નિર્ણય લેવાનું મહત્વનું
હરભજન સિંહે કહ્યું, 'આ એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે તે વિશેષ દિવસ પર શું નિર્ણય લો છો. તમે જાણો છો કે વિરાટ કોહલી કવર ડ્રાઈવ સુંદર રીતે રમે છે, પરંતુ બોલર હજુ પણ સ્લિપમાં બાહરી કિનારો લેવા માટે તેને તે વિસ્તારમાં રોકે છે. આ અવસર તમારે પરિસ્થિતિઓ અનુસાર લેવાના રહેશે. એ મહત્વપૂર્ણ નથી કે તમે પોતાના પ્રતિદ્વંદી વિશે કેટલું જાણો છો, પરંતુ મહત્વપૂર્ણ એ છે કે તમે પોતાની રમત વિશે કેટલું જાણો છો અને બાકી બધુ પાયાનું છે.'