Get The App

PAK vs AUS : ઓસ્ટ્રેલિયા પહોંચેલી પાકિસ્તાનની ટીમ પાસે નથી ડોક્ટર, સામે આવ્યું આ કારણ

પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમ મેનેજર વિના યુએઈ પહોંચી ગઈ છે

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
PAK vs AUS : ઓસ્ટ્રેલિયા પહોંચેલી પાકિસ્તાનની ટીમ પાસે નથી ડોક્ટર, સામે આવ્યું આ કારણ 1 - image
Image:Twitter

PAK vs AUS : હાલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા ગયેલી પાકિસ્તાન(Pakistan Cricket Team Does Not Have Doctor)ની સિનિયર ટીમ પાસે ડોક્ટર નથી. જયારે પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમ મેનેજર વિના યુએઈ પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે સોહેલ સલીમને સત્તાવાર ટીમ ડોક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ તે હજુ સુધી ટીમ સાથે જોડાઈ શક્યો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાલમાં ડો. સલીમ માટે વિઝા મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. વિઝા મળ્યા બાદ તરત જ તે પર્થમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ સાથે જોડાશે.

પાકિસ્તાન ટીમ મેનેજરને નથી મળી રહ્યા વિઝા

PCBના સૂત્રે આગળ જણાવ્યું હતું કે, 'પૂર્વ ટેસ્ટ બેટ્સમેન શોએબ મોહમ્મદને યુએઈમાં એશિયા કપમાં ભાગ લઈ રહેલી પાકિસ્તાનની જુનિયર ટીમના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તે પણ ટીમ સાથે જઈ શક્યા ન હતા. સૂત્રોએ કહ્યું, 'શોએબના પાસપોર્ટની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હતી અને બોર્ડ આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આશા છે કે તે ટૂંક સમયમાં યુએઈમાં ટીમ સાથે જોડાશે.' આ ઉપરાંત અબરાર અહેમદના સ્થાને પાકિસ્તાન ટીમનો ઓફ સ્પિનર સાજિદ ખાન પણ વિઝા કારણોસર ઓસ્ટ્રેલિયા જઈ શક્યો નથી.

PAK vs AUS : ઓસ્ટ્રેલિયા પહોંચેલી પાકિસ્તાનની ટીમ પાસે નથી ડોક્ટર, સામે આવ્યું આ કારણ 2 - image


Google NewsGoogle News