Get The App

બાબર આઝમ ટ્રોલ થયો તો પાકિસ્તાની ફાસ્ટર બોલર બચાવમાં ઉતર્યો, ફેન્સને કહ્યું - આ તો વાહિયાત કહેવાય

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
બાબર આઝમ ટ્રોલ થયો તો પાકિસ્તાની ફાસ્ટર બોલર બચાવમાં ઉતર્યો, ફેન્સને કહ્યું - આ તો વાહિયાત કહેવાય 1 - image

Mohammad Amir On Babar Azam : હાલના સમયમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. હવે તેના બેટમાંથી રન પણ ખૂબ ઓછા નીકળી રહ્યા છે. આ જ કારણથી હાલમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને 152 રને હરાવ્યું હતું. અને આ પણ ટીમમાં બાબર આઝમ અને શાહીન આફ્રિદી જેવા મોટા ખેલાડીઓ વિના શક્ય બન્યું હતું. લાંબા સમય બાદ પાકિસ્તાનને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ત્યારે હવે ચાહકોએ સોશિયલ મીડિયા પર બાબરની આકરી ટીકા કરી રહ્યા છે.

જો કે પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આમિરે બાબર આઝમના સમર્થનમાં ઉતર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'યાર, મહેરબાની કરીને આ પ્રકારની વાહિયાત વાતને બંઘ કરો કે બાબર આ ટીમમાં ન હતો, અથવા તો પેલો ખેલાડી ટીમમાં ન હોત તો જીતી ગયા હોત. હકીકતમાં આપણી ટીમ વધુ સારી યોજના બનાવીને સાથે રમ્યા. અને ઘરઆંગણે રમવાનો લાભ લીધો અને જીતિ ગયા. કૃપા કરીને ખેલાડીઓ પર વ્યક્તિગત આરોપ ન નાખો. તેમના પ્રદર્શનને આધારે વાત કરો.'

હકીકતમાં બાબર આઝમે છેલ્લી 8 ટેસ્ટ મેચોમાં એક પણ અડધી સદી ફટકારી નથી. ટેસ્ટમાં તેણે છેલ્લે અડધી સદી જાન્યુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામે કરી હતી. હાલમાં બાબર પોતાની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જ્યાં તેણે લિમિટેડ ઓવરના કેપ્ટન તરીકે પણ રાજીનામું આપી દીધું છે. તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બાબર-શાહીન બહાર ફેંકાતા જ પાકિસ્તાનનું ભાગ્ય બદલાયું, 1348 દિવસ બાદ ઘરઆંગણે જીત મળી

કારકિર્દીની શરૂઆતમાં બાબરે પાકિસ્તાન માટે સારું પ્રદર્શન કર્યું હતું. અને પોતાના દમ પર ટીમે ઘણી મેચોમાં જીતી પણ અપાવી હતી. પરંતુ ત્યારબાદ તેની કેપ્ટનશીપમાં ટીમ વનડે વર્લ્ડકપ 2023 અને T20 વર્લ્ડકપ 2024માં સારું પ્રદર્શન કરી શકી ન હતી. તે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. અત્યાર સુધી તેણે પાકિસ્તાની ટીમ માટે 55 ટેસ્ટ મેચમાં 3997 રન બનાવ્યા છે. જેમાં 9 સદી સામેલ છે. અને તેણે T20Iમાં 4145 રન બનાવ્યા છે.

બાબર આઝમ ટ્રોલ થયો તો પાકિસ્તાની ફાસ્ટર બોલર બચાવમાં ઉતર્યો, ફેન્સને કહ્યું - આ તો વાહિયાત કહેવાય 2 - image


Google NewsGoogle News