‘આ તારું ભારત...’ શબ્દો બોલીને ફસાયેલા પાક. ક્રિકેટર હારિસ રઉફે ભૂલ સ્વીકારી, જાણો શું કહ્યું
Pakistani Cricketer Haris Rauf Fight with Fan : ભારતનો પડોશી દેશ પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી નીતનવા વિવાદોના કારણે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની જાય છે. આર્થિક સંકટમાં ડુબી ગયેલા પાકિસ્તાનમાં ક્યારે રાજકીય ધમાસાણ થતું રહે છે, તો ક્યારે મોંઘવારીના કારણે હોબાળો મચેલો જોવા મળે છે. એટલું જ નહીં ક્રિકેટની વાત કરીએ તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઘણી વિવાદાસ્પદ ઘટનાઓ સામે આવી છે. હાલ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની યજમાની હેઠળ રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપ-2024ની વાત કરીએ તો તેમની ટીમ પહેલા રાઉન્ડ (ગ્રૂપ મેચો)માં જ બહાર ફેંકાઈ ગઈ છે. આ દરમિયાન એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, ટીમમાં અંદરો અંદર આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. વર્લ્ડકપની સૌથી મોટી ચર્ચાસ્પદ વાત એ છે કે, પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફે ગુસ્સામાં આવી ભારત વિરુદ્ધ ઝેર ઓંકવું ભારે પડ્યું છે. આ મુદ્દે તે ભારે ટીકાનો સામનો કરી રહ્યો છે. ત્યારે હવે તેણે પોતાની ભૂલ સ્વિકારી લીધી છે અને કહ્યું છે કે, મારે ભારતનું નામ ન લેવું જોઈએ.
ફેન્સને મારવા દોડેલા રઉફને વીડિયો વાયરલ
વાસ્તવમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર હારિસ રઉફનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ચાહકો સાથે ઝઘડતો જોવા મળી રહ્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, રઉફ કોઈ બાબતે ગુસ્સે થઈ જાય છે અને તે એક ફેન્સને મારવા દોડે છે. આ દરમિયાન તેની પત્ની મુજના મસૂલ તેને રોકવાનો પ્રયાસ કરતે છે, ત્યારે રઉફ એવું બોલી રહ્યો છે કે, ‘ઈન્ડિયા હશે આ (ફેન). આ તારું ઈન્ડિયા નથી.’ હવે રઉફે પોતાની ભુલ સ્વિકારી લીધી છે.
રઉફે ભારત અંગે કરેલા નિવેદન મુદ્દે ભુલ સ્વિકારી
પાકિસ્તાની ચેનલ એઆરવાયને ટાંકીને મીડિયા અહેવાલોમાં લખાયું છે કે, રઉફે ભારત અંગે કરેલા નિવેદન મુદ્દે ભુલ સ્વિકારી લીધી છે. તેનું માનવું છએ કે, તે દરમિયાન ભારતનું નામ લેવાનું ન હતું. રઉફે સ્વિકાર્યું કે, આ દરમિયાન તેને એવું કહેવાની જરૂર નહોતી કે આ તમારું ભારત નથી. ઉલ્લેખનીય છે કે, હારિશ રઉફે ભારતનું નામ લેતા તેની ભારે ટીકા થઈ રહી છે. બીજીતરફ એઆરવી ચેનલના એક શોની ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પૂર્વ પાકિસ્તાન ક્રિકેટર બાસિત અલી કહી રહ્યો છે કે, રઉફે ભારતનું નામ લેવાની જરૂર નહોતી. તેણે મૂર્ખાઈ કરી છે.