Get The App

પૈસા ખવડાવો તો અમારા પક્ષમાં નિર્ણય લે છે અમ્પાયર: પાકિસ્તાની ક્રિકેટરના દાવાથી સૌ કોઈ ચોંક્યું

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
પૈસા ખવડાવો તો અમારા પક્ષમાં નિર્ણય લે છે અમ્પાયર: પાકિસ્તાની ક્રિકેટરના દાવાથી સૌ કોઈ ચોંક્યું 1 - image

Pakistan Cricketer Faheem Ashraf : પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઘણાં લાંબા સમયથી નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. T20 વર્લ્ડકપ 2024માં ટીમ આયર્લેન્ડ,અમેરિકા સામે હારી ગઈ હતી. આ સિવાય ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ હંમેશા ટીમના આંતરિક જૂથવાદ અને ઝઘડાને લઈને હેડલાઇન્સમાં રહે છે. હાલમાં PCB આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે એક પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટરે એવું નિવેદન આપ્યું છે જેનાથી પાકિસ્તાન ક્રિકેટ સામે અનેક સવાલો થઇ રહ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ફહીમ અશરફે પાકિસ્તાન ડોમેસ્ટિક ક્રિકેટને લઈને એક નિવેદન આપતા કહ્યું હતું કે, 'પાકિસ્તાનના ડોમેસ્ટિક ક્રિકેટમાં અમે અમ્પાયરના મિત્ર છીએ, અમે અમારા ફોન નંબર પણ એક બીજાને આપીએ છીએ, આ મિત્રતા મેચ દરમિયાન અમને કામ આવે છે, અમ્પાયર અમારા પક્ષમાં નિર્ણયો આપે છે અને બદલામાં અમે તેમનું ખ્યાલ રાખીએ છીએ.'  અહીં ખ્યાલ રાખવાના મતલબથી સ્પષ્ટ થાય છે કે, અશરફ પૈસાની વાત કરી રહ્યો છે.

તાજેતરમાં ફહીમ અશરફે એક નિવેદન આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે, હું અત્યાર સુધીમાં એક ઓલરાઉન્ડર તરીકે મારી ક્ષમતા અનુસારનું પ્રદર્શન કરી શક્યો નથી. તેને ક્યારેય રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળી ન હતી, જેથી કરીને તે ક્યારેય આ તકનો લાભ ઉઠાવી શક્યો નથી. હાલમાં તે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે અશરફ હાલમાં પાકિસ્તાનમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ કપમાં રમી રહ્યો છે.

આ પણ વાંચોઃ ટેસ્ટ મેચમાં ઋષભ પંતે ફટકારી સેન્ચુરી, હવે IPLમાં કરોડોનો ફાયદો કરાવવા તૈયાર આ ટીમ

પાકિસ્તાન માટે ઓલરાઉન્ડર ફહીમ અશરફ ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. 17 ટેસ્ટમાં 687 રન અને 25 વિકેટ, 34 વનડેમાં  224 રન, અને 26 વિકેટ અને 48 T-20માં 311 રન અને 36 વિકેટ તેના નામે છે.


Google NewsGoogle News