પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટર છે રામ ભક્ત! તસવીર શેર કરીને કહ્યું- 'મારા રામલલા થશે બિરાજમાન'

ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલાની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટર છે રામ ભક્ત! તસવીર શેર કરીને કહ્યું- 'મારા રામલલા થશે બિરાજમાન' 1 - image


Danish Kaneria On Ram Mandir: અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. હવે દેશભરના રામ ભક્તો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે અને ભગવાન રામના દર્શન થશે. આ પહેલા ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલાની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહમાં બિરાજિત રામલલાની પ્રથમ તસવીર પણ સામે આવી છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને સ્પિનર ​​દાનિશ કનેરિયાએ પણ રામલલાની પ્રતિમાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરીને લખ્યું, 'મારા રામલલા બિરાજમાન થશે.' 

ક્રેનની મદદથી મૂર્તિ ગર્ભગૃહમાં પહોંચાડાઈ 

રામલલાની મૂર્તિને પગથિયાં પર સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે આસન પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા. હવે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લાવવામાં આવી હતી. તેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. 

રામલલા થયા સ્થાપિત, કોણે બનાવી હતી આ પ્રતિમા?  

ગર્ભગૃહમાંથી જાહેર કરાયેલી રામલલાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા મજૂરો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોઈ શકાય છે. આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે. મૈસુરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ ડિમાંડ ધરાવતા શિલ્પકાર છે. અરુણની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી. તેમના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર હતા. તેમના દાદા બસવન્ના શિલ્પી મૈસુરના રાજા દ્વારા સુરક્ષિત હતા.


Google NewsGoogle News