Get The App

VIDEO : પાકિસ્તાનના આ ખેલાડીએ તો ફિલ્મોમાં કામ કરવું જોઈએ, મેદાનમાં કર્યુ હતું ઈજાનું નાટક, પોતે પણ સ્વીકાર્યુ

Updated: Oct 2nd, 2024


Google News
Google News
VIDEO : પાકિસ્તાનના આ ખેલાડીએ તો ફિલ્મોમાં કામ કરવું જોઈએ, મેદાનમાં કર્યુ હતું ઈજાનું નાટક, પોતે પણ સ્વીકાર્યુ 1 - image

Mohammad Rizwan : હાલના દિવસોમાં પાકિસ્તાની ક્રિકેટમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. થોડા સમય પહેલા બાબર આઝમને ફરી એકવાર વનડે અને T20 ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં તેણે પાકિસ્તાન ટીમના કૅપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેનું સ્થાન કોણ લેશે તેણે લઈને અનેક નામોની ચર્ચા થઈ રહી છે. જેમાં વિકેટકીપર અને બેટર મોહમ્મદ રીઝવાનનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આગામી સમયમાં તેને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. રીઝવાનની વાત કરીએ તો તે ઘણીવાર મેદાનમાં ઈજાગ્રસ્ત થવાનું નાટક કરતો જોવા મળે છે.

વિકેટ કીપિંગ હોય કે બેટિંગ કે પછી રનિંગ મોહમ્મદ રીઝવાન મેદાન પર એવું વર્તન કરતો જોવા મળે છે કે જાણે તેને ક્રેમ્પ આવતા હોય. આવી જ એક ઘટના વનડે ક્રિકેટ વર્લ્ડકપ 2023 દરમિયાન બની હતી. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચમાં પાકિસ્તાની ટીમને જીતવા માટે 345 રનનો વિશાળ લક્ષ્ય મળ્યો હતો. બેટિંગ કરવા ઉતરેલા રીઝવાન 131 રન કરી અણનમ રહ્યો હતો અને તેની સાથે અબ્દુલ્લા શફીકે પણ 113 રન બનાવીને પાકિસ્તાનને જીત અપાવી હતી.

ગયા વર્ષે વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચમાં રચિન રવિન્દ્રના બોલ પર રીઝવાને સ્વીપ શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બોલ ચૂકી ગયો. ત્યારે રીઝવાને ક્રિઝમાં રહેવા માટે તેના બન્ને પગ ફેલાવ્યા હતા. શરુઆતમાં તે ઠીક દેખાઈ રહ્યો હતો. પરંતુ જેવી જ વિકેટકીપરે સ્ટમ્પિંગ માટે અપીલ કરી ત્યારે રીઝવાને ઈજાનું બહાનું કાઢ્યું હતું. વર્લ્ડકપમાં શ્રીલંકા સામે બનેલી ઘટના બાદ રીઝવાને પોતે સ્વીકાર્યું હતું કે ક્યારેક તેની ઈજા સાચી હોય છે તો ક્યારેક તે એક્ટિંગ કરતો હોય છે.

VIDEO : પાકિસ્તાનના આ ખેલાડીએ તો ફિલ્મોમાં કામ કરવું જોઈએ, મેદાનમાં કર્યુ હતું ઈજાનું નાટક, પોતે પણ સ્વીકાર્યુ 2 - image

Tags :
Mohammad-RizwanPakistan-cricket-team

Google News
Google News