પાકિસ્તાની ક્રિકેટ ટીમના આંતરિક ડખા છતાં થઈ ગયા! ડ્રેસિંગ રૂમનો VIDEO સામે આવ્યો

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
pakistan cricket team


Pakistan cricket team: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડીમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ પણ છેલ્લા ઘણા સમયથી તેના દેશની અર્થવ્યવસ્થાની જેમ જ સંઘર્ષનો સામનો કરી રહી છે. સતત વિવાદોમાં રહેતી અને કંગાળ પ્રદર્શનના કારણે ઝોલાં ખાતી ટીમમાં હવે આંતરિક ડખા પણ વધ્યા છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે ડ્રેસિંગ રૂમનો વિવાદ સપાટી પર આવ્યો હતો. 

બાંગ્લાદેશ સામેની મેચમાં પાકિસ્તાને પોતાની પહેલી ઇનિંગમાં 448 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે પણ વળતો જવાબ આપતા 500થી વધારેનો સ્કોર ખડકી દીધો હતો. બાંગ્લાદેશને મજબૂત સ્થિતિમાં લઈ આવવાનો શ્રેય વિકેટકીપર અને સિનિયર બેટર મુશફિકુર રહીમને જાય છે. તેણે 191 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન મુશફિકુર રહીમનો કેચ પણ ડ્રોપ કરવામાં આવ્યો હતો. અને આ કેચ બીજું કોઈ નહીં પરંતુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ દ્વારા છોડવામાં આવ્યો હતો. જેના કારણે ક્રિકેટ ફેન્સ અને કેપ્ટન નારાજ થયા હતા. 

મુશફિકુર જ્યારે 150 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સ્લીપમાં બાબર આઝમ ઊભો હતો. જેણે કેચ પાડ્યો હતો. જેના કારણે કેપ્ટન શાન મસૂદ નારાજ થયો હતો. ત્યાર બાદ મુશફિકુરે 191 રન સુધી સ્કોર પહોંચાડ્યો હતો. ડ્રેસિંગ રૂમમાં પહોંચીને પણ કેપ્ટન મસુદે પોતાની નારાજગી દર્શાવી હતી. ડ્રેસિંગ રૂમના આ વીડિયોમાં તે હેડ કોચ જેસન ગિલેસ્પી સાથે વાત કરતો દેખાય છે. જેમાં તે બાબરના કેચ પાડવા અંગે ચર્ચા કરતો હોય એવું જણાય છે. 



Google NewsGoogle News