Get The App

ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે તો પાકિસ્તાનને થશે મોટું નુકસાન, ICC પણ કરશે કાર્યવાહી, જાણો આખો રિપોર્ટ

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે તો પાકિસ્તાનને થશે મોટું નુકસાન, ICC પણ કરશે કાર્યવાહી, જાણો આખો રિપોર્ટ 1 - image

ICC Champions Trophy : આગામી સમયમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) પોતાનું નામ પાછું ખેંચી લે છે તો પાકિસ્તાનને રેવન્યુમાં મોટુ નુકસાન થઇ શકે છે. અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલગ થઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું હતું કે, જો ICC અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા(BCCI) હાઈબ્રિડ મોડલને સ્વીકારવાનો ઈન્કાર કરી દેશો તો PCB પાસે ટુર્નામેન્ટમાંથી નીકળી જવાનું સરળ રહેશે નહીં.

તો પાકિસ્તાનને કમાણીનો હિસ્સો નહીં મળે! 

અધિકારીએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાને માત્ર ICC સાથે ટુર્નામેન્ટની યજમાની કરવાના હસ્તાક્ષર સાથે આ સ્પર્ધામાં ભાગ લેનારા અન્ય તમામ દેશોની જેમ તેણે ICC સાથે મેમ્બર્સ મેન્ડેટરી પાર્ટિસિપેશન એગ્રીમેન્ટ(MPA) પર પણ હસ્તાક્ષર કર્યા છે. ICC સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે MPA પર હસ્તાક્ષર કર્યા પછી જ કોઈ પણ સભ્ય દેશ ICC સ્પર્ધાઓમાંથી કમાણીનો હિસ્સો મેળવવા માટે હકદાર બને છે.

ICCએ બ્રોડકાસ્ટર સાથે કર્યા છે હસ્તાક્ષર  

ICCને લઈને અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, 'સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ICCએ તમામ મેચ માટે બ્રોડકાસ્ટર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં તેણે ખાતરી આપી છે કે તેના તમામ સભ્ય દેશો ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ICCની મેચોમાં ભાગ લેશે.' ગયા અઠવાડિયે ICC હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે સંમતિ મેળવવામાં સફળ રહી હતી. આ મુજબ ભારત તેની મેચ દુબઈમાં રમશે. અને આ વ્યવસ્થા 2027 સુધી ICC મેચોમાં યથાવત રહેશે. જો કે આ અંગે હજુ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. 

આ પણ વાંચો : ફક્ત 5 મિનિટ માટે યશસ્વીને 'હિટમેન' એ એવી સજા કરી કે આખી ટીમમાં ફેલાયો ગભરાટ!

ICC પાકિસ્તાન સામે કેસ કરી શકે

જો આ કરાર થાય છે, તો તેનો અર્થ એ થશે કે પાકિસ્તાન 2027 સુધી ICC સ્પર્ધાઓ માટે ભારતનો પ્રવાસ કરવા માટે બંધાયેલુ રહેશે નહીં. અધિકારીએ કહ્યું હતું કે, જો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ખસી જાય છે. તો ICC અને ICC એક્ઝિક્યુટિવ બોર્ડના અન્ય 16 સભ્ય દેશો પણ તેની સામે કેસ કરી શકે છે. અને બ્રોડકાસ્ટર્સ પણ આ માર્ગ અપનાવી શકે છે. કારણ કે પાકિસ્તાનની બહાર નીકળવાથી તમામ હિતધારકોને નુકસાન થશે. આ સિવાય PCBને એક્ઝિક્યુટિવ બોર્ડના અન્ય સભ્યો તરફથી મજબૂત સમર્થન મળ્યું નથી.' 

ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે તો પાકિસ્તાનને થશે મોટું નુકસાન, ICC પણ કરશે કાર્યવાહી, જાણો આખો રિપોર્ટ 2 - image


Google NewsGoogle News