World Cup 2023 : PAK vs SL - પાકિસ્તાને રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં સૌથી મોટો ટાર્ગેટ ચેજ કરી શ્રીલંકાને હરાવ્યું

બોલરોના નબળા પ્રદર્શનના કારણે શ્રીલંકાએ હાથમાં આવેલી મેચ ગુમાવી, આજની મેચમાં 4 બેટરે ફટકારી સદી

પાકિસ્તાન તરફી અબ્દુલ્લા શફીકે-મોહમ્મદ રિઝવાને, શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસે-સદીરા સમરવિક્રમાએ સદી ફટકારી

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : PAK vs SL - પાકિસ્તાને રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં સૌથી મોટો ટાર્ગેટ ચેજ કરી શ્રીલંકાને હરાવ્યું 1 - image


હૈદરાબાદ, તા.10 ઓક્ટોબર-2023, મંગળવાર

Pakistan vs Sri Lanka World Cup 2023 : વર્લ્ડકપમાં આજે પાકિસ્તાને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાને વર્લ્ડકપમાં સૌથી મોટો ટાર્ગેટ ચેજ કરી શ્રીલંકાને હરાવ્યું છે. એક સમયે પાકિસ્તાનની 37 રને 2 વિકેટ પડી હતી, જોકે બાદમાં અબ્દુલ્લા શફીકે-મોહમ્મદ રિઝવાને બાજી સંભાળી ધમાકેદાર સદી ફટકારતા પાકિસ્તાનનો શ્રીલંકા સામે 6 વિકેટે વિજય થયો છે. શ્રીલંકાના મસમોટા સ્કોર સામે પાકિસ્તાનની ટીમે માત્ર 4 વિકેટ ગુમાવી વિજય હાંસલ કર્યો છે. શ્રીલંકાના 50 ઓવરમાં 9 વિકેટે 344 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમે 48.2 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવી 345 રન કરી જીત મેળવી છે. આજની મેચમાં કુલ 4 બેટરોએ સદી ફટકારી છે.

આ 4 ખેલાડીએ ફટકારી સદી

પાકિસ્તાન તરફથી અબ્દુલ્લા શફીકે 103 બોલમાં 10 ફોર અને 3 સિક્સ સાથે 113 રન જ્યારે મોહમ્મદ રિઝવાને 121 બોલમાં 8 ફોર અને 3 સિક્સ સાથે 131 ફટકાર્યા છે, જ્યારે શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસે 77 બોલમાં 14 ફોર અને 6 સિક્સ સાથે 122 રન જ્યારે સદીરા સમરવિક્રમાએ 89 બોલમાં 11 ફોર અને 2 સિક્સ સાથે 108 રન ફટકાર્યા છે.

હસન અલીની 4 વિકેટ

પાકિસ્તાન તરફથી સૌથી વધુ હસન અલીએ 4 વિકેટ, હરીશ રઉફે 2 વિકેટ ઝડપી હતી, તો શાહિદ આફ્રિદી અને શાબાદ ખાને 1-1 વિકેટ ઝડપી હતી.

આજની મેચમાં શ્રીલંકાના બોલરોનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું. શ્રીલંકા તરફથી દિલનાશ મધુશંકાએ 2 વિકેટ જ્યારે મહેશ તિક્ષાના અને એમ.પથિરાનાએ 1-1 વિકેટ ઝડપી હતી.


World Cup 2023 : PAK vs SL - પાકિસ્તાને રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં સૌથી મોટો ટાર્ગેટ ચેજ કરી શ્રીલંકાને હરાવ્યું 2 - image


Google NewsGoogle News