World Cup 2023 : PAK Vs NED - પાકિસ્તાનનો નેધરલેન્ડ સામે 81 રને વિજય, બેસ ડી લીડેનું ઓલરાઉન્ડર પ્રદર્શન

પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 68 રન જ્યારે સાઉદ શકીલે 68 ન ફટકાર્યા

નેધરલેન્ડના બોલર બેસ ડી લીડે 4 વિકેટ જ્યારે કોલીન એકેરમાને 2 વિકેટ ઝડપી

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : PAK Vs NED - પાકિસ્તાનનો નેધરલેન્ડ સામે 81 રને વિજય, બેસ ડી લીડેનું ઓલરાઉન્ડર પ્રદર્શન 1 - image

 

Pakistan vs Netherlands World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023 (ICC Cricket World Cup-2023)ની હૈદરાબાદમાં રમાઈ રહેલી બીજી મેચમાં પાકિસ્તાનનો નેધરલેન્ડ સામે 000 રને વિજય થયો છે. પાકિસ્તાનના 49 ઓવરમાં 10 વિકેટે 286 રનના જવાબમાં નેધરલેન્ડની ટીમ 000 ઓવરમાં 000 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં કુલ 4 ખેલાડીઓએ ફિફ્ટી ફટકારી છે. પાકિસ્તાન તરફથી મોહમ્મદ નવાઝ અને સાઉદ શકીલે જ્યારે નેધરલેન્ડ તરફથી વિક્રમજીત સિંઘ અને બેસ ડી લીડે ફિફ્ટી ફટકારી છે. બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપમાં 20 વર્ષ બાદ મેચ રમાઈ છે. 

પાકિસ્તાનના આ બેટરે ફટકારી ફિફ્ટી

પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 75 બોલમાં 8 ફોરની મદદથી 68 રન જ્યારે સાઉદ શકીલે 52 બોલમાં 9 ફોર અને 1 સિક્સની મદદથી 68 ન ફટકાર્યા છે. જ્યારે મોહમ્મદ નવાઝે 39 રન, શાબાદ ખાને 32 રન ફટકાર્યા છે.

નેધરલેન્ડના બેસ ડી લીડેનું શ્રેષ્ઠ પ્રદર્શન, વિક્રમજીતની પણ ફિફ્ટી

નેધરલેન્ડના બોલર બેસ ડી લીડે 4 વિકેટ ઝડપવાની સાથે ફિફ્ટી પણ ફટકારી છે. લીડે 68 બોલમાં 6 ફોર અને 2 સિક્સ સાથે 67 રન ફટકાર્યા છે. તો વિક્રમજીત સિંઘે પણ ઓપનિંગમાં આવી 67 બોલમાં 4 ફોર અને 1 સિક્સ સાથે 52 રન ફટકાર્યા છે.

હરીશ રઉલની 3 વિકેટ

નેધરલેન્ડના બોલર બેસ ડી લીડે 4 વિકેટ જ્યારે કોલીન એકેરમાને 2 વિકેટ તેમજ આર્યન દત્ત, લોગાન વાન બીક અને પોલ વાન મીકેરેને 1-1 વિકેટ ઝડપી છે. જ્યારે પાકિસ્તાન તરફથી હરીસ રઉલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી છે.

પાકિસ્તાનનો વર્લ્ડ કપનો એક ખરાબ રેકોર્ડ

1992માં વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાની ટીમ આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બાબર આઝમની કપ્તાનીવાળી આ ટીમને વર્લ્ડ કપ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે. પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં બીજા ક્રમે છે. જો કે પાકિસ્તાનનો વર્લ્ડ કપમાં એક (Pakistan's woeful record in the World Cup) ખરાબ રેકોર્ડ છે જેમાં ટીમે વર્લ્ડ કપની 5 ઓપનિંગ મેચમાંથી માત્ર એકમાં જ જીત મેળવી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ હાલ શાનદાર ફોર્મમાં છે અને તેણે ન્યુઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં 80 અને ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચમાં 90 રન બનાવ્યા છે.

બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપમાં 20 વર્ષ બાદ ટક્કર થઈ

નેધરલેન્ડ અને પાકિસ્તાનની 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં (Netherlands and Pakistan is playing in the WC after 20 years) રમી રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2003ના દક્ષિણ આફ્રિકા યોજાયેલા વર્લ્ડ કપમાં રમાઈ હતી જેમાં પાકિસ્તાને 97 રનથી જીત મેળવી હતી. આ પહેલા 1996ના વર્લ્ડ કપમાં બંને વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પાકિસ્તાનનો આઠ વિકેટે વિજય થયો હતો. વનડે ક્રિકેટમાં ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાને નેધરલેન્ડ સામેની તમામ 6 મેચ (Pakistan has won all the six matches against Netherlands in ODI) જીતી છે.

World Cup 2023 : PAK Vs NED - પાકિસ્તાનનો નેધરલેન્ડ સામે 81 રને વિજય, બેસ ડી લીડેનું ઓલરાઉન્ડર પ્રદર્શન 2 - image


Google NewsGoogle News