World Cup 2023 : સ્ટાર્કે કરી વસીમ અકરમની બરાબરી, પાક-ઓસ્ટ્રેલિયા મેચમાં બન્યા ઘણાં રેકોર્ડ

ડેવિડ વોર્નર(163) અને મિચેલ માર્શે (121) પાકિસ્તાન સામે સદી ફટકારી હતી

એડમ ઝમ્પાએ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 4 વિકેટ ઝડપી હતી

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
World Cup 2023 : સ્ટાર્કે કરી વસીમ અકરમની બરાબરી, પાક-ઓસ્ટ્રેલિયા મેચમાં બન્યા ઘણાં રેકોર્ડ 1 - image
Image:IANS

World Cup 2023 AUS vs PAK : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની 18મી મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર(163) અને મિચેલ માર્શે (121) પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની આ ચાર મેચમાં બીજી જીત છે જયારે પાકિસ્તાનની આ બીજી છે. આ મેચમાં ઘણાં રેકોર્ડ પણ બન્યા હતા.

સ્ટાર્કે કરી અકરમની બરાબરી

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 367 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 45.3 ઓવરમાં 305 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે એક વિકેટ ઝડપી હતી. આ એક વિકેટ સાથે તેણે પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમની બરાબરી કરી લીધી છે. સ્ટાર્કે 55 વિકેટ સાથે ODI World Cupમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. અકરમે પણ ODI World Cupમાં 55 વિકેટ ઝડપી હતી. આ મામલે ગ્લેન મેકગ્રા (77), મુથૈયા મુરલીધરન (68) અને લસિથ મલિંગા (56) તેનાથી આગળ છે.  

એડમ ઝમ્પા સામેલ થયો આ ખાસ ક્લબમાં

મિચેલ સ્ટાર્કે ઉપરાંત ગઈકાલે રમાયેલી મેચમાં એડમ ઝમ્પાએ પણ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ઝમ્પાએ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે ODI World Cupમાં સતત 4 કે તેથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓના ક્લબમાં સામેલ થઇ ગયો છે. ઝમ્પાએ શ્રીલંકા સામે રમાયેલી મેચમાં પણ 4 વિકેટ ઝડપી હતી.

મેચમાં 25 છગ્ગા ફટકારવામાં આવ્યા

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં 25 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. ODI World Cupની જે મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં આવ્યા છે તેમાં આ મેચ ત્રીજા સ્થાને છે. વર્ષ 2019માં ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. બંને ટીમોએ મળીને 33 છગ્ગા ફટકાર્યા હતા.

World Cup 2023 : સ્ટાર્કે કરી વસીમ અકરમની બરાબરી, પાક-ઓસ્ટ્રેલિયા મેચમાં બન્યા ઘણાં રેકોર્ડ 2 - image


Google NewsGoogle News