બાબર આઝમના રાજીનામાં બાદ પાકિસ્તાન ટીમને મળ્યા 2 નવા કેપ્ટન, PCBએ કરી જાહેરાત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ નવા કેપ્ટનોનું એલાન કર્યું

બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપથી રાજીનામું આપી દીધું

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
બાબર આઝમના રાજીનામાં બાદ પાકિસ્તાન ટીમને મળ્યા 2 નવા કેપ્ટન, PCBએ કરી જાહેરાત 1 - image

Pakistan Team New Captain : વનડે વર્લ્ડ કપ 2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભૂકંપ આવ્યો છે. બુધવારે સાંજે જ બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપથી રાજીનામું આપી દીધું છે. તેના થોડા સમય બાદ જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ નવા કેપ્ટનોનું એલાન પણ કરી દીધું છે.

PCBએ અલગ-અલગ ફોર્મેટમાં 2 નવા કેપ્ટનની નિમણૂંક કરી છે. ટેસ્ટ ટીમની કમાન સ્ટાર બેટ્સમેન શાન મસૂદને મળી છે. જ્યારે ટી20 ફોર્મેટની કમાન ફાસ્ટ બોલર શાહીન શાહ આફરીદીના હાથમાં રહેશે. PCBએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. PCBએ વનડે ટીમના કેપ્ટનની નિમણૂંક નથી કરી.

PCBએ પહેલી પોસ્ટ ડિલીટ કરી

જણાવી દઈએ કે, PCBએ સૌથી પહેલા એક ટ્વિટ કરીને નવા કેપ્ટનની નિમણૂંકની માહિતી આપી હતી, તેમાં આફરીદીને વ્હાઈટ બૉલ ફોર્મેટ એટલે T20 અને વનડે બંનેમાં કેપ્ટન બનાવાયો હતો. પરંતુ PCBએ બાદમાં તે પોસ્ટ ડિલીટ કરી દીધી. ત્યારબાદ બીજી પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, આફરીદી માત્ર T20ના કેપ્ટન છે.

તેવામાં અંદાજ લગાવાય રહ્યો છે કે, વનડે ફોર્મેટની કપ્તાની ત્રીજા પ્લેયરને મળી શકે છે. આ રીતે પાકિસ્તાન ટીમમાં ત્રણ ફોર્મેટ એટલે ટેસ્ટ, વનડે અને T20 ઈન્ટરનેશનલમાં અલગ અલગ કેપ્ટન હોય શકે છે.

બાબર આઝમે રાજીનામાની કરી હતી જાહેરાત

બાબરે X પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'મને તે સમય સારી રીતે યાદ છે, જ્યારે 2019માં પાકિસ્તાનનું નેતૃત્વ કરવા માટે PCBથી કોલ આવ્યો હતો. છેલ્લા 4 વર્ષમાં મે મેદાન અને બહાર અનેક ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ મેં પૂરા હૃદયથી સંપૂર્ણ લગનથી ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ વધારવા માટેનું લક્ષ્ય રાખ્યું.'

તેમણે વધુમાં લખ્યું કે, 'વ્હાઈટ બૉલ ક્રિકેટમાં નંબર-1 સ્થાન પર પહોંચવું ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું. હું આ સફર દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ફેન્સના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગું છું.'

બાબરે કહ્યું કે, 'હું આજે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. આ એક આકરો નિર્ણય છે, પરંતુ હું સમજું છું કે આ નિર્ણય લેવાનો યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતો રહીશ. નવા કેપ્ટન અને ટીમને મારો સંપૂર્ણ સપોર્ટ રહેશે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભારી છું જેમણે મને આ મહત્વની જવાબદારી આપી.'

બાબર આઝમના રાજીનામાં બાદ પાકિસ્તાન ટીમને મળ્યા 2 નવા કેપ્ટન, PCBએ કરી જાહેરાત 2 - image


Google NewsGoogle News