પાકિસ્તાની ટીમે કરી ભારતીય ખેલાડીઓની નકલ, ડેવિડ વૉર્નરને વિદાય પર આપી ખાસ ભેટ

પાકિસ્તાન ટીમે વોર્નરને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું

ડેવિડ વોર્નર ફેરવેલ સ્પીચ દરમિયાન ભાવુક થઇ ગયો હતો

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાની ટીમે કરી ભારતીય ખેલાડીઓની નકલ, ડેવિડ વૉર્નરને વિદાય પર આપી ખાસ ભેટ 1 - image
Image:Twitter

Pakistan Team Gifts Signed Jersey To David Warner : સિડનીમાં ઓસ્ટ્રેલિયા ટીમના ઓપનર ડેવિડ વોર્નરે તેના ટેસ્ટ કરિયરની અંતિમ મેચ રમી હતી. વોર્નર ફેરવેલ સ્પીચ દરમિયાન ભાવુક થઇ ગયો હતો. આ ઉપરાંત વોર્નરના ઓપનિંગ પાર્ટનર ઉસ્માન ખ્વાજાએ પણ વોર્નરની વિદાય પર ભાવુક સંદેશ આપ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમે અપન વોર્નરને ખાસ અંદાજમાં વિદાય આપી હતી.

વોર્નરને પાકિસ્તાન ક્રિકેટ ટીમે આપ્યું ગાર્ડ ઓફ ઓનર

સૌ પ્રથમ પાકિસ્તાની ક્રિકેટ ટીમે ડેવિડ વોર્નરના મેદાનની બહાર જતા સમયે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ દરમિયાન મેચ પછી પાકિસ્તાન ટીમે વોર્નરને બાબર આઝમની સાઈન કરેલી જર્સી આપી હતી. કેપ્ટન શાન મસૂદે પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા સાઈન કરેલી જર્સી વોર્નરને ભેંટ કરી હતી.

કોહલીએ ડીન એલ્ગરને આપી હતી કંઇક આવી જ ભેંટ

આ ખાસ ભેંટના કારણે બાબર આઝમ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે પાકિસ્તાન ટીમની આ ભેંટને ખુબ પસંદ કરી હતી. જણાવી દઈએ કે આ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકામાં કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં સીરિઝની બીજી મેચમાં કેપ્ટન ડીન એલ્ગરને તેની અંતિમ ટેસ્ટ મેચમાં પોતાની સાઈન કરેલી જર્સી ભેંટ કરી હતી.

પાકિસ્તાની ટીમે કરી ભારતીય ખેલાડીઓની નકલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ ડીન એલ્ગરને ભારતીય ટીમના ખેલાડીઓ દ્વારા સાઈન કરેલી જર્સી પર એક સંદેશ લખીને ભેંટ કરી હતી. આ જોઇને લાગે છે કે પાકિસ્તાની ટીમ વિરાટ કોહલી અને રોહિત શર્માની નકલ કરી રહી છે.

પાકિસ્તાની ટીમે કરી ભારતીય ખેલાડીઓની નકલ, ડેવિડ વૉર્નરને વિદાય પર આપી ખાસ ભેટ 2 - image


Google NewsGoogle News