Get The App

શરમજનક હાર બાદ પાકિસ્તાનની ટીમના ભેદ ખોલ્યાં દિગ્ગજ બોલરે, એક-એકની પોલ ખોલી

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
શરમજનક હાર બાદ પાકિસ્તાનની ટીમના ભેદ ખોલ્યાં દિગ્ગજ બોલરે, એક-એકની પોલ ખોલી 1 - image
Image : IANS

T-20 World Cup 2024: અમેરિકા પછી હવે ભારત સામે પણ અત્યંત નાલેશીજનક પરાજય પછી પાકિસ્તાનના પૂર્વ ઓલ રાઉન્ડર અને ટીવી કોમેન્ટેટર વસીમ અક્રમે લગાતાર પાકિસ્તાન હારતું રહે છે તે બદલ ભારે રોષ ઠાલવતા કહ્યું હતું કે, 'પાકિસ્તાનની ક્રિકેટ ટીમના આ ખેલાડીઓ દસ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે અને દર વખતે શરમજનક દેખાવ કરીને નિરાશ કરે છે. આટલા વર્ષના અનુભવીઓને હું હવે કંઈ કોચિંગ ન આપી શકુ'.

બુમરાહને માન આપો

અક્રમે મોહમ્મદ રિઝવાન કે જે સેટ થઈ જઈને અનેક વખત તેની વિકેટ વેડફી નાંખવા માટે જાણીતો છે તેના માટે કહ્યું હતું, કે ‘પરિસ્થિતિ પ્રમાણે સભાનપૂર્વક રમવું રિઝવાનને આવડયું જ નથી.’ રિઝવાન અને પાકિસ્તાનના બેટરો જાણે છે કે બુમરાહ ભારતનો ભયજનક બોલર છે. તેની ઓવરો વિકેટ સાચવીને ધીરજપૂર્વક રમી લેવાની હોય, પણ રિઝવાન બુમરાહની બોલિંગમાં જ ફટકો મારવામાં નિષ્ફળ રહ્યો અને બોલ્ડ થયો. બુમરાહ જેવા બોલરને માન આપીને રમવાનું હતું. બુમરાહની વિકેટોથી ભારતની ટીમે ફરી જુસ્સો જન્માવતા મેચ પર કાબુ લઈ લીધો હતો.

જુથવાદ પ્રવર્તે છે

વસીમે અક્રમે એટલે સુધી કહ્યું કે છેલ્લા કેટલાક અરસાથી પાકિસ્તાનની ટીમમાં પણ જુથવાદ પ્રવર્તે છે. કેપ્ટન બાબર આઝમની હકાલપટ્ટી કરીને શાહીન આફ્રીદી થોડા મહિના કેપ્ટન રહ્યો અને હવે ફરીથી બાબર આઝમને કેપ્ટન નિયુક્ત કરાતા વાતાવરણ તંગ બન્યું છે. બાબર આઝમ અને ટીમના મુખ્ય બોલર શાહીન આફ્રીદી વચ્ચે બોલવાના જ સબંધ નથી.

ઈફતીખારની ટીકા 

અક્રમે બેટર ઈફતીખારની ટીકા કરતા કહ્યું કે તેને લેગસાઈડ પર એક જ રીતે ફટકો લગાવતા આવડે છે અને તેના પ્રયત્નમાં જ આઉટ થઈ જાય છે. વર્ષોથી તે પાકિસ્તાન તરફથી રમે છે પણ તેને ક્રિકેટ રમતા આવડતું જ નથી.

રાઈ ભરાઈ ગઈ છે 

અક્રમે ફખરઝમાનના એપ્રોચની પણ ટીકા કરી હતી. અક્રમે માર્મિક કોમેન્ટ કરી હતી કે પાકિસ્તાનની ટીમના ખેલાડીઓને કદાચ એવી રાઈ ભરાઇ ગઇ છે કે અમે ખરાબ દેખાવ કરીશું તો કોચ બદલાતા રહેશે અમારૂ સ્થાન તો જળવાઈ રહેશે. હવે એવો સમય આવી ગયો છે કોચને જાળવી રાખો પણ આખી ટીમની હકાલપટ્ટી કરી નાંખવી જોઈએ.

ઘેર બેસાડી દો 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને દેશનું પ્રતિનિધિત્વ કરવા છતાં જો બે સીનીયર ખેલાડી બાબર આઝમ અને શાહીન આફ્રીદી એક બીજા જોડે બોલતા ન હોય તો તેઓને તેમના ઘેર બેસાડી દેવા જોઈએ તેમ અક્રમે રોષ કાઢ્યો હતો. T-20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતે 119 રનનો સ્કોર ડિફેન્ડ કર્યો તે બીજા ક્રમનો રેકોર્ડ છે.

શરમજનક હાર બાદ પાકિસ્તાનની ટીમના ભેદ ખોલ્યાં દિગ્ગજ બોલરે, એક-એકની પોલ ખોલી 2 - image


Google NewsGoogle News