Get The App

પાકિસ્તાનને પડ્યા પર પાટુ...! ચેમ્પિયન્સ ટ્રોફીમાં કારમી હાર, 800 કરોડનું નુકસાન પણ ખરું

Updated: Mar 17th, 2025


Google News
Google News
પાકિસ્તાનને પડ્યા પર પાટુ...! ચેમ્પિયન્સ ટ્રોફીમાં કારમી હાર, 800 કરોડનું નુકસાન પણ ખરું 1 - image


Champions Trophy 2025: 29 વર્ષ બાદ પોતાની મેજબાનીમાં ICC ટુર્નામેન્ટ કરાવવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે પડી ગયું. કંગાળી વેઠી રહેલા પાકિસ્તાની બોર્ડને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાનીથી લગભગ 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ટુર્નામેન્ટની ફાઈનલ 9 માર્ચે થઈ હતી જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.

પાકિસ્તાને સ્વપ્ન જોયા હતાં કે તેને આ ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીથી અબજો રૂપિયાનો ફાયદો થશે પરંતુ મામલો ઉલટો જ પડી ગયો. ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની બોર્ડે સ્ટેડિયમને સુધારવામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા પરંતુ તેને આખરે 85 ટકા નુકસાન વેઠવું પડ્યું.

પાકિસ્તાન ક્રિકેટને 799 કરોડનું નુકસાન

PCB એ ઘરઆંગણે મેચ કરાવવા માટે લગભગ 851 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેમ છતાં તેને માત્ર 52 કરોડ રૂપિયાની જ કમાણી થઈ, જેનાથી તેને લગભગ 799 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવુ પડ્યું. તેની અસર ખેલાડીઓ પર જ પડી છે. પીસીબીએ આ નુકસાનની ચૂકવણી માટે ઘરેલુ ખેલાડીઓની મેચ ફી માં ભારે ઘટાડો કર્યો છે.

આ પણ વાંચો: ઘરેલુ ક્રિકેટમાં 9 સદી ફટકારી તો પણ હરાજીમાં ફક્ત 50 લાખ મળ્યાં, હવે IPLમાં દિલ્હી માટે બનશે ટ્રમ્પ કાર્ડ?

ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનના 3 વેન્યૂ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં હતી જ્યારે ભારતીય ટીમે પોતાની તમામ મેચ દુબઈમાં રમી. ફાઈનલ પણ દુબઈમાં જ થઈ હતી. પાકિસ્તાની બોર્ડે ત્રણેય ઘરેલુ સ્ટેડિયમોને ઠીક કરવામાં 58 મિલિયન ડોલર (લગભગ 504 કરોડ ભારતીય રૂપિયા) ખર્ચ કર્યા હતાં.

મેચ જીત્યા વિના 5 દિવસમાં બહાર થઈ હતી પાકિસ્તાની ટીમ

આ પીસીબીના કુલ બજેટનું 50 ટકા વધુ છે. 40 મિલિયન ડોલર (લગભગ 347 કરોડ ભારતીય રૂપિયા) ટુર્નામેન્ટની તૈયારીમાં ખર્ચ કર્યા. આટલો કુલ ખર્ચ કર્યા બાદ પીસીબીને લગભગ 52 કરોડ રૂપિયાનો જ ફાયદો થયો છે. દરમિયાન તેને ટુર્નામેન્ટમાં લગભગ 85% નુકસાન વેઠવું પડ્યું.

પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં થયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આ ટીમ કોઈ મેચ જીત્યા વિના 5 દિવસમાં જ બહાર થઈ ગઈ હતી. ટીમ ગ્રૂપ સ્ટેજમાં આગળ વધી શકી નહીં. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ અને ભારતે હરાવ્યુ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ વરસાદથી ધોવાઈ ગઈ હતી.

Tags :