Get The App

ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદમાં પાકિસ્તાની વડાપ્રધાનની એન્ટ્રી, PCBને આપી દીધી ખાસ સૂચના

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદમાં પાકિસ્તાની વડાપ્રધાનની એન્ટ્રી, PCBને આપી દીધી ખાસ સૂચના 1 - image


ICC Champions Trophy Row: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સતત ઉથલપાથલ ચાલી રહી છે. ટૂર્નામેન્ટના આયોજનને લઈને સતત બેઠકો થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. આગામી વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાન નથી જઈ રહી. BCCI હાઇબ્રિડ મોડલની માગ કરી રહ્યું છે. બીજી તરફ PCB પાકિસ્તાનમાં જ સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન કરવા માગે છે. આ સમગ્ર મામલે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની એન્ટ્રી થઈ ચૂકી છે.

પીએમએ કર્યું પૂર્ણ સમર્થન

શહબાઝ શરીફે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીને આગામી વર્ષ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીના મુદ્દે 'પૂર્ણ સમર્થન'નું આશ્વાસન આપ્યું છે. તેમણે ભારતના પાકિસ્તાનમાં મેગા ઇવેન્ટમાં રમવાના ઇન્કાર પર PCB અધ્યક્ષના વલણના વખાણ કર્યા.  શરીફે કહ્યું કે, 'દેશને આ મુદ્દાનો સામનો કરતા સમયે પોતાનું આત્મ-સન્માન બનાવી રાખવું જોઈએ.' શરીફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સંરક્ષક પણ છે. નકવીને શરીફે જણાવ્યું હતું કે, 'બધુ પૈસા અંગે નહીં અને પાકિસ્તાનને પોતાના આત્મસન્માન અને ગૌરવને પણ ધ્યાનમાં રાખતા આ મામલે લડવું જોઈએ. પ્રજાની ભાવનાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.'

આ પણ વાંચો: ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે ફરી થઈ બબાલ, એશિયા કપ ફાઇનલમાં થયો ઝઘડો

દુબઈમાં પોતાની મેચ રમી શકે છે ભારતીય ટીમ

ICCના એક ટોચના સૂત્રના અનુસાર, રમત ગ્લોબલ ગવર્નિંગ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવા માટે સામાન્ય સહમતિ પર પહોંચી ચૂકી છે. ભારતને સિદ્ધાંતિક રીતે સહમત થતા પોતાના ભાગની મેચ દુબઈમાં રમવાની મંજૂરી મળી જશે. નકવીએ રવિવારે શરીફને પડદાં પાછળના ઘટનાક્રમ અંગે માહિતી આપી.

ફ્યૂઝન ફોર્મ્યૂલા BCCIને સ્વીકાર નથી

નકવીએ કહ્યું કે, 'ભારતના પાકિસ્તાનમાં રમવાના ઈન્કાર બાદ જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત આવે છે તો PCB દ્વારા અપનાવવામાં આવેલું વલણ પાકિસ્તાનવાસીઓની ભાવનાઓને દર્શાવે છે.'

સરકારના વધુ એક સૂત્રના જણાવ્યા અનુસાર, નકવીએ પાકિસ્તાનને આગામી નિર્ણય અંગે માહિતીગાર કરવા માટે સ્પષ્ટ રીતે ટુંકી સૂચના પર વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી, કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડ PCB દ્વારા ICCના નિર્ણય 'ફ્યૂઝન ફોર્મ્યૂલા'નો સ્વીકાર કરવા માટે તૈયાર નહતું.

આ પણ વાંચો: 'હવે હોટલના રૂમમાં જઈને બેસી ના રહો, પ્રેક્ટિસ કરો...', ભારતીય ખેલાડીઓને ગાવસ્કરની સલાહ

'પાકિસ્તાનની ટીમ પણ ભારત નહીં આવે'

સૂત્રોએ જણાવ્યું કે, 'નકવી વડાપ્રધાનને અપડેટ કરવા માગતા હતા અને જો PCB ટૂર્નામેન્ટ પર કોઈ પણ આકરા નિર્ણયની મડાગાંઠ તોડવાનું પગલું ભરે છે તો તેની મંજૂરી લેવા માગતા હતા.' દુબઈમાં ICC હેડક્વોર્ટર આગામી કેટલાક વર્ષો માટે ICC આયોજનોની યજમાની પર PCB દ્વારા રજૂ કરાયેલા ફ્યૂઝન ફોર્મ્યૂલા પર ચર્ચાનું કેન્દ્ર રહી. PCB ઈચ્છતું હતું કે, BCCI એક ફોર્મ્યૂલા સ્વીકાર કરે જે હેઠળ જો આગામી ભારત પાકિસ્તાનમાં કોઈ ICC ઇવેન્ટ નહીં રમે તો પાડોશી ટીમ પણ કોઈ ઇવેન્ટ માટે ભારત પ્રવાસે નહીં આવે.


Google NewsGoogle News