Get The App

VIDEO: મેદાન પર પાકિસ્તાની ખેલાડીઓ ખેલભાવના ભૂલ્યાં, વિરોધી ટીમના કેપ્ટન સાથે જુઓ શું કર્યું?

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
VIDEO: મેદાન પર પાકિસ્તાની ખેલાડીઓ ખેલભાવના ભૂલ્યાં, વિરોધી ટીમના કેપ્ટન સાથે જુઓ શું કર્યું? 1 - image


Image Source: Twitter

Pakistan vs South Africa: પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે 12 ફેબ્રુઆરીના રોજ ટ્રાઈ સીરિઝનો મુકાબલો કરાચીના નેશનલ સ્ટેડિયમમાં થયો હતો, જેમાં પાકિસ્તાનની ટીમે 6 વિકેટે મેચ પોતાના નામે કરીને ફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓએ મેદાન પર ફિલ્ડિંગ કરતી વખતે ખૂબ જ વાહિયાત હરકત કરી હતી. આ હરકત બાદ ગ્રાઉન્ડ અમ્પાયરે પાકિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાનને ચાલુ મેચમાં જ ચેતવણી આપવી પડી હતી. પાકિસ્તાની ટીમના ખેલાડી સઈદ શકીલે આ હરકત બીજા કોઈ માટે નહીં પરંતુ આફ્રિકન ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમા સામે જ તે રન આઉટ થયો ત્યારે કરી હતી. 

ડ્રેસિંગ રૂમમાં જતી વખતે ટેમ્બા બાવુમાનો રસ્તો રોક્યો

કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટ્રાઈ સીરિઝની ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેમની તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. આફ્રિકન કેપ્ટન બાવુમા પણ 82 રનની ઈનિંગ રમવામાં સફળ રહ્યો, પરંતુ તે એક રન લેવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થઈ ગયો. વાસ્તવમાં બાવુમાએ પોઈન્ટ તરફ શોટ રમીને એક રન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ નોન-સ્ટ્રાઈક પર ઉભેલા બેટ્સમેને રન લેવાનો ઈનકાર કરી દીધો અને બાવુમા ક્રીઝ પર પાછો પહોંચે તે પહેલાં પાકિસ્તાની ફિલ્ડર સઈદ શકીલે તેને રન આઉટ કરી દીધો. ત્યારબાદ સઈદ પોતાની જાતને કાબૂમાં રાખી ન શક્યો અને પોતાની ખુશી વ્યક્ત કરવા માટે તેણે બાવુમા સામે જ તેના રન આઉટની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું જેના કારણે બાવુમા ડ્રેસિંગ રૂમ તરફ જતા અટકી ગયો. 



અમ્પાયરે પાકિસ્તાન ટીમના કેપ્ટનને આપી ચેતવણી

ટેમ્બા બાવુમા સાથે આ પ્રકારની શરમજનક હરકત કરતા ગ્રાઉન્ડ અમ્પાયરે પણ વચ્ચે હસ્તક્ષેપ કરવો પડ્યો અને તેમણે પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાનને બોલાવીને તેમની સાથે આ ઘટના પર વાત કરી. આ મેચની વાત કરીએ તો પાકિસ્તાની ટીમે 49 ઓવરમાં 353 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો અને ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું જ્યાં હવે તેનો સામનો 14 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામે થશે. કીવી ટીમે લીગ સ્ટેજમાં પાકિસ્તાની ટીમને 78 રનથી હરાવ્યું હતું.

આ પણ વાંચો: IPL પહેલા મોટી જાહેરાત, RCBને મળ્યો નવો કેપ્ટન, કોહલી નહીં પણ રજત પાટીદારને કમાન


Google NewsGoogle News