Get The App

તો અમારે રમવું જ નથી: ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચીમકી, સરકાર સાથે વાતચીત શરૂ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
તો અમારે રમવું જ નથી: ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચીમકી, સરકાર સાથે વાતચીત શરૂ 1 - image

Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન નહી મોકલવાના BCCI ના નિર્ણયને લઈને પાકિસ્તાન નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાન પર આ ઈવેન્ટની યજમાનીથી છીનવાઈ જવાનો ખતરો છે. પાકિસ્તાનના અખબાર 'ધ ડોન'એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટાંકીને એક અહેવાલ શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો ટુર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવે છે. તો તે આવતા વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે. PCBના સૂત્રોને ટાંકીને ડોને માહિતી આપી છે.

ભારતના ઇનકાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ 

ભારતે પાકિસ્તાન ટીમ મોકલવાનો ઇનકાર કર્યા બાદ PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ ગઈ કાલે વરિષ્ઠ અધિકારીઓ સાથે ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે વાતચીત શરૂ કરી હતી. PCBએ રવિવારે પુષ્ટિ કરી હતી કે, ભારતે આવતા વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ ન કરવાની અંગે તેની અનિચ્છાની જાણ ICCને કરી દીધી છે. નકવીએ અગાઉ આ ટુર્નામેન્ટ માટે 'હાઈબ્રિડ મોડલ'ની યોજનાને નકારી કાઢી હતી.

શું બીજા કોઈ દેશમાં રમાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી? 

હાઇબ્રિડ મોડલ હેઠળ ભારત પોતાની મેચો બીજા કોઈ તટસ્થ સ્થળે રમશે. અને બાકીની મેચો પાકિસ્તાનમાં જ રમાશે. એશિયા કપ 2023નું આયોજન પણ આ જ રીતે કરવામાં આવ્યું હતું. જો કે હવે ભારતના ઇનકાર બાદ ICC આખી ટુર્નામેન્ટને કોઈ અન્ય દેશમાં શિફ્ટ કરવાનું વિચારી રહી છે. હવે PCBના સૂત્રએ જણાવ્યા અનુસાર, જો ટુર્નામેન્ટ અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે તો પાકિસ્તાન સરકાર PCBને ટુર્નામેન્ટમાં રમવાનો ઇનકાર કરવાનું કહ્યું છે.'

આ પણ વાંચો : ગંભીરને વાત કરવાનું ભાન નથી, મીડિયાથી દૂર જ રાખો: ગુસ્સે ભરાયો પૂર્વ ક્રિકેટર

પાકિસ્તાની સરકારે PCBને આપ્યા નિર્દેશ

PCBના અધ્યક્ષ મોહસિન નકવી પાકિસ્તાન સરકારમાં સંઘીય આંતરિક મંત્રી પણ છે. તેઓ સરકારી અધિકારીઓના સંપર્કમાં હતા. અને વડાપ્રધાન શાહબાઝ શરીફ શું સૂચના આપે છે તેની રાહ જોઈ રહ્યા હતા. આ સાથે એવી અટકળો પણ ચાલી રહી છે કે, પાકિસ્તાની સરકાર PCBને નિર્દેશ આપી શકે છે કે, જ્યાં સુધી ભારત સરકાર પોતાની નીતિમાં ફેરફાર નહી કરે કરે ત્યાં સુધી PCB ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂ થતી કોઈપણ ICC અથવા અન્ય મલ્ટી-ટીમ ઈવેન્ટ્સમાં ભારત સામે રમે નહી.

તો અમારે રમવું જ નથી: ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચીમકી, સરકાર સાથે વાતચીત શરૂ 2 - image


Google NewsGoogle News