Get The App

ત્રણ દાયકા બાદ મોકો મળ્યો અને 5 દિવસમાં કામ તમામ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની દુર્દશા

Updated: Feb 25th, 2025


Google NewsGoogle News
ત્રણ દાયકા બાદ મોકો મળ્યો અને 5 દિવસમાં કામ તમામ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની દુર્દશા 1 - image


ICC Champions Trophy 2025: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને પાકિસ્તાની ટીમના ચાહકોએ ઘણા અરમાન સજાવ્યા હતા કે 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ચેમ્પિયન ટીમને પોતાના ઘરઆંગણે ટાઈટલ પોતાના નામે કરવાની તક મળશે. પાકિસ્તાન માટે ચેમ્પિયન્સ ટ્રોફી ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે, લગભગ 3 દાયકા બાદ પાકિસ્તાનને પોતાની ધરતી પર ICC ઈવેન્ટનું આયોજન કરવાની તક મળી છે. જોકે, 29 વર્ષ બાદ પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાની તક તો મળી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીથી ટીમની સફર એક ટેસ્ટ મેચની જેમ સમાપ્ત થઈ ગઈ. પાકિસ્તાનની ટીમ માત્ર પાંચ દિવસમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.

પાકિસ્તાનનું  5 દિવસમાં કામ તમામ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી શરૂ અને 24 ફેબ્રુઆરીના રોજ એ વાતની સત્તાવાર પુષ્ટિ પણ થઈ ગઈ કે પાકિસ્તાનની ટીમ પોતાના ટાઈટલને ડિફેન્ડ કરવા માટે સેમિફાઈનલમાં પણ પ્રવેશ નહીં કરી શકશે. પાકિસ્તાનની ટીમને પોતાની પહેલી બે મેચમાં ન્યુઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચ હાર્યા બાદ લગભગ એ નિશ્ચિત હતું કે પાકિસ્તાનનું કામ તમામ થઈ ગયુ છે, ત્યારબાદ ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવીને અને પાકિસ્તાન અને બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો. 

ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની સેમિફાઈનલમાં એન્ટ્રી

બીજી તરફ ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સાથે મળીને ગ્રુપ A માંથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ ડિફેન્ડ નહીં કરી શકશે. પાકિસ્તાને છેલ્લે 1996માં સંયુક્ત રીતે વનડે વર્લ્ડ કપની યજમાની કરી હતી. હવે 2025માં ટીમને ફરીથી ICC ઈવેન્ટની યજમાની મળી, પરંતુ તેમની ટીમે નિરાશ કર્યા.

આ પણ વાંચો: ફેંકા ફેંકી કરતાં ટ્રમ્પને પ્રેસ કોન્ફરન્સમાં જ ફ્રાન્સ પ્રમુખે ટોક્યા, સૌની સામે તાત્કાલિક ભૂલ સુધારી

આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ટીમની એક મેચ બાકી

આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ટીમની એક મેચ બાકી છે, પરંતુ હવે તે મેચમાં પાકિસ્તાન ટીમને ચાહકોનો સારો સપોર્ટ નહીં મળશે. આ મેચ ગુરુવારે 27 ફેબ્રુઆરીના રોજ રાવલપિંડીમાં રમાશે. જો પાકિસ્તાન આ મેચ જીતી જાય તો પણ તેને ફક્ત 2 પોઈન્ટ જ મળશે, જ્યારે ન્યુઝીલેન્ડ અને ભારત પાસે ઓછામાં ઓછા 4 પોઈન્ટ રહેશે. આ કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન ગ્રુપ Aમાંથી બહાર થઈ ગઈ છે.


Google NewsGoogle News