Get The App

ઈન્ઝમામ ઉલ હકના દાવાથી વિવાદ, હરભજન ભડક્યો, પૂછ્યું - ભાઈ નશામાં છો કે શું? જાણો સમગ્ર મામલો

હરભજને ટ્વિટ કરી કે લાગે છે કોઈ નશો કરીને ઈન્ઝમામ વાતો કરી રહ્યો છે? મને એક ભારતીય અને શીખ હોવા પર ગર્વ છે. આ બકવાસ લોકો કંઇ પણ બોલે છે

ઈન્ઝમામે કહ્યું કે હરભજન સિંહે ઈસ્લામ ધર્મ સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
ઈન્ઝમામ ઉલ હકના દાવાથી વિવાદ, હરભજન ભડક્યો, પૂછ્યું - ભાઈ નશામાં છો કે શું? જાણો સમગ્ર મામલો 1 - image


ICC World Cup 2023 | આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનનું પ્રદર્શન સારું નહોતું રહ્યું અને તેણે ગ્રૂપ સ્ટેજથી બહાર ફેંકાવું પડ્યું. પાકિસ્તાને 9માંથી ફક્ત 4 મેચ જીતી અને પોઇન્ટ ટેબલમાં પણ તે ટોપ 4માં સ્થાન ન મેળવી શકી. દરમિયાન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર્સ તેમના ક્રિકેટ બોર્ડની આકરી ટીકા કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે કંઇક એવું નિવેદન આપ્યું કે વિવાદ છંછેડાયું છે. 

હરભજન સિંહ અંગે કર્યો મોટો દાવો 

બાબર બ્રિગેડની ટીકા કરવાની સાથે જ પાકિસ્તાનનો પૂર્વ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ભારતીય દિગ્ગજ હરભજન સિંહને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે હરભજન સિંહ મૌલાના તારિક જમીલથી ઘણો પ્રભાવિત થયો હતો અને તેણે ઈસ્લામ ધર્મ સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

હરભજન સિંહ ભડક્યો 

ભારતીય ટીમના દિગ્ગજ સ્પીનર હરભજન સિંહને આ મામલો ધ્યાને આવતાં જ તેણે ઈન્ઝમામનો ઉધડો લીધો. હરભજને ટ્વિટ કરી કે લાગે છે કોઈ નશો કરીને ઈન્ઝમામ વાતો કરી રહ્યો છે? મને એક ભારતીય અને શીખ હોવા પર ગર્વ છે. આ બકવાસ લોકો કંઇ પણ બોલે છે. 

ઈન્ઝમામનો એક વીડિયો વાયરલ થયો 

ઈન્ઝમામ એક વીડિયોમાં કહી રહ્યો છે કે મૌલાના તારિક જમીલ અમને મળવા આવતા હતા. નમાઝ માટે એક અલગ રૂમ હતો. નમાઝ બાદ તે અમારી સાથે વાતો કરતા હતા. એક કે બે દિવસ બાદ અમે ઈરફાન પઠાણ, ઝહીર ખાન અને મોહમ્મદ કૈફને નમાઝ પઢવા બોલાવવાનું શરૂ કર્યું. મેં જોયું કે બીજા 2-3 ભારતીય ખેલાડીઓ પણ અમારી સાથે જોડાઈ જતા હતા. તે નમાઝ નહોતા પઢતાં પણ મૌલવીની વાતો સાંભળતા હતા. ઈન્ઝમામે કહ્યું કે હરભજને મને એક વાર કહ્યું હતું કે મારું મને છે કે એ મૌલવી જે પણ કહે મારે માની લેવું જોઇએ. ત્યારે મેં કહ્યું કે તો તેનું અનુસરણ કરો. તમને કોણ રોકે છે? ભજ્જીએ જવાબ આપ્યો કે હું તમને જોઉં છું અને પછી રોકાઈ જઉં છું. તમારું જીવન એવું નથી. આ આપણે જ છીએ કે જે આપણા ધર્મનું પાલન કરી શકી રહ્યા નથી. આપણને દોષિત ઠેરવવા જોઈએ. 

ઈન્ઝમામ ઉલ હકના દાવાથી વિવાદ, હરભજન ભડક્યો, પૂછ્યું - ભાઈ નશામાં છો કે શું? જાણો સમગ્ર મામલો 2 - image



Google NewsGoogle News