Get The App

ભારત વગર રમીશું...: Champions Trophy મુદ્દે પાકિસ્તાની બોલરે આપી ધમકી

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ભારત વગર રમીશું...: Champions Trophy મુદ્દે પાકિસ્તાની બોલરે આપી ધમકી 1 - image
File Photo

Hasan Ali Said We Played Without India: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવાનું છે. પરંતુ ભારતીય ટીમ આઈસીસી ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવા તૈયાર નથી. 2023માં પાકિસ્તાનમાં યોજાયેલી એશિયા કપમાં ભારતીય ટીમ ટુર્નામેન્ટ રમવા ગઈ ન હતી. અને ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ હેઠળ રમાઈ હતી. હવે આ દરમિયાન પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલીએ નિવેદન આપ્યું છે કે અમે ભારત વિના પણ ચેમ્પિયન્સ ટ્રોફી રમીશું.

જો આપણે જાય છીએ તો તેમને પણ અહી આવવું જોઈએ

હસન અલીએ જણાવ્યું હતું કે, 'જો આપણે ત્યાં (ભારત) રમવા જાય છીએ, તો તેમણે પણ પાકિસ્તાન આવવું જોઈએ. ઘણા લોકોએ અસંખ્ય વખત કહ્યું છે કે રમતને રાજકારણથી દૂર રાખવું જોઈએ. ઘણા ભારતીય ખેલાડીઓએ ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે, તેઓ પાકિસ્તાનમાં રમવા માંગે છે.'

આ પણ વાંચો: નતાશા સાથે છૂટાછેડા અને પછી કેપ્ટન્સી ગુમાવ્યાં બાદ પહેલીવાર હાર્દિક બોલ્યો - 'ક્યારેક ક્યારેક મગજને...'

પાકિસ્તાની ક્રિકેટરે આગળ જણાવ્યું હતું કે, અમારા અધ્યક્ષે કહ્યું છે કે, જો ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે તો તે પાકિસ્તાનમાં જ યોજાશે. જો ભારત આવવા ન માંગતું હોય તો અમે તેમના વિના રમીશું. પાકિસ્તાનમાં ક્રિકેટ રમાવું જોઈએ, જો ભારત તેમાં ભાગ લેવા નથી ઇચ્છતું તો તેનો અર્થ એ નથી કે ક્રિકેટ ખતમ થઈ ગયું છે. ભારત સિવાય પણ બીજી ઘણી ટીમો છે.

આ પણ વાંચો: IPLમાં મોટી ઉથલપાથલના સંકેત, વધુ એક કેપ્ટન ટીમનો સાથ છોડશે, RCBમાં કરી શકે છે ઘરવાપસી!

છેલ્લે 2008માં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી

ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2008માં એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પહેલા ભારતીય ટીમે પાકિસ્તાન જવાનું બંધ કર્યું અને પછી ધીરે ધીરે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય સિરીઝ પણ બંધ થઈ ગઈ હતી.


Google NewsGoogle News