મોહમ્મદ રિઝવાનને ચડ્યો જીતનો નશો? ખુલ્લેઆમ હમાસના સમર્થનમાં લખી નાખી આવી વાતો, લખ્યું- 'આ જીત ગાઝાના ભાઈઓ-બહેનોની'

શ્રીલંકા સામે જીત બાદ મોહમ્મદ રિઝવાને ટ્વીટર પર ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનીઓનો સપોર્ટ કર્યો

તેણે કહ્યું આ જીત ગાઝામાં રહેતા આપણા ભાઈઓ-બહેનોની છે

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
મોહમ્મદ રિઝવાનને ચડ્યો જીતનો નશો? ખુલ્લેઆમ હમાસના સમર્થનમાં લખી નાખી આવી વાતો, લખ્યું- 'આ જીત ગાઝાના ભાઈઓ-બહેનોની' 1 - image


Muhammad Rizwan support gaza: એક તરફ હમાસના ખતરનાક હુમલા બાદ ઈઝરાયેલ ગુસ્સે ભરાયું છે અને બદલો લઈ રહ્યું છે, તો બીજી તરફ દુનિયાના કેટલાક એવા દેશો છે જે આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપી રહ્યા છે. જેમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે. હવે જ્યારે મોહમ્મદ રિઝવાને ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે રેકોર્ડ સ્કોર હાંસલ કરવામાં મદદ કરી, ત્યારે તેણે આ જીત સોશિયલ મીડિયા પર ગાઝામાં સ્થાયી થયેલા પેલેસ્ટિનિયન લોકોને સમર્પિત કરી હતી. રિઝવાને ટ્વીટર પર ખુલ્લેઆમ સમર્થન કરતો મેસેજ લખ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

મોહમ્મદ રિઝવાને શું કરી ટ્વીટ

તેણે લખ્યું કે આ જીત અમારા ભાઈઓ અને બહેનો માટે છે, આ જીતમાં મારા યોગદાનથી ખુશ છું. જેનો શ્રેય પૂરી ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે. અદભૂત આતિથ્ય માટે હૈદરાબાદને આભારી છું. આ ઉપરાંત તેણે ઉમેર્યું કે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને કોહરામ મચાવ્યો હતો. જેમાં તેને ઘણા સૈનિકોને મારી નાખ્યા. 

મોહમ્મદ રિઝવાનના માથા પર ચઢી જીત 

હુમલાના જવાબમાં ઇઝરાયેલ પણ સતત હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતયાન્હૂએ યુદ્ધનું એલાન પણ કર્યું છે. જેમાં અમેરિકા, બ્રિટેન અને ભારત જેવા ઘણા દેશો તેના પક્ષમાં છે. બીજી બાજુ ભારતમાં વિશ્વકપ રમી રહેલી પાકિસ્તાની ટીમના સ્ટાર બેટ્સમેન દ્વારા કરવામાં આવેલી આવી ટ્વીટ આ ગેમને કંઈક અલગ જ રૂપ દેતી જોઈ શકાય છે. 

આ ટ્વીટ પર લોકોના અભિપ્રાયો 

મોહમ્મદ રિઝવાનની આ ટ્વીટ પર ઘણા લોકો દ્વારા કમેન્ટ કરવામાં આવી છે. જેમાં એક યાસીર સદમ નામના યુઝરે લખ્યું કે - એક આદર્શ વ્યક્તિએ એકદમ સાચું ટ્વિટ કર્યું. ભારતની દરેક જીત પર પાકિસ્તાને પેલેસ્ટાઈનનો ધ્વજ લહેરાવવો જોઈએ. તેવી જ રીતે પાકિસ્તાન માંથી પણ ઘણી કમેન્ટ કરવામાં આવી છે. બીજી તરફ ઘણા લોકોએ રિઝવાનની આ પોસ્ટની નિંદા કરી છે. ખાસ કરીને ભારતીય ક્રિકેટ ચાહકોએ ઇઝરાયલને સપોર્ટ કરીને રિઝવાનની ટીકા કરી છે. 


Google NewsGoogle News